સુરત,
સુરતના સચિન જીઆઈડી વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા આતંકનો મચાવવામાં આવ્યો છે. ગાય ચરાવવાની રકઝકને લઈને ૧૨ થી ૧૩ ઈસમો દ્વારા એક ગોવાળ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
શિવનગરમાં બરફ ફેક્ટરી પાસે ગોવાળને ઘરમાં પુરીને જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગોવાળનો ભાઈ છોડાવવા આવતા તેમની રીક્ષાનો પણ નુકશાની પહોંચાડવામાં આવ્યુ હતુ.
રસ્તા ઉપર લાકડાના ફટકા અને તલવાર લઈને રોડ પર નીકળેલા તોફાની તત્વો કેમેરામાં કેદ થઈ ગયા છે. આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
તેમજ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ,ફરાર થયેલા તોફાની તત્વોની તપાસ હાથ ધરી છે.
