Ahmedabad News/ સાબરમતીમાં કાયદાને ખુલ્લો પડકાર, ફરજ પરની પોલીસ પર હુમલો, PCR વાનમાં તોડફોડ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જાહેર ન્યુસન્સની ફરિયાદ પર ગયેલી PCR ટીમ પર ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી તોડફોડ કરી. હુમલામાં સરકારી PCR વાનના કાચ તૂટી ગયા. પોલીસે (Police) આરોપીની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.

Gujarat Ahmedabad Trending
Police

Ahmedabad Sabarmati Police Attack Case : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપતી ગંભીર ઘટના બની છે. જાહેર ન્યુસન્સની ફરિયાદને લઈ ફરજ પર પહોંચેલી પોલીસ (Police)ની PCR વાન પર એક ઉશ્કેરાયેલા યુવકે લાકડાના ફટકા મારી તોડફોડ મચાવી હતી. હુમલાખોરે સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી અને રકઝક કરી હતી. પોલીસ પર થયેલા આ હુમલાથી વિસ્તારમાં થોડીવાર માટે તણાવનો માહોલ સર્જાયો હતો.પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની સામે ગુનો નોંધ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો મુજબ, સાબરમતી પોલીસ (Police) સ્ટેશનના કોન્સ્ટેબલ અશ્વીનકુમારે આ ગંભીર મામલે ફરિયાદ નોંધાવી છે. 27 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે આશરે 8 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં ચોંકાવનારી માહિતી મળી હતી કે સાબરમતી રેલવે કોલોની વિસ્તારમાં આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિર પાસે એક શખસ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યો છે. ફરિયાદકર્તા નાગરિકે જણાવ્યું હતું કે એક યુવક હાથમાં મોટું લાકડું લઈને લોકોને મારવાની ધમકીઓ આપી ભય ફેલાવી રહ્યો છે.

જાણ થતાં જ સાબરમતી PCR-22ની ટીમ તાત્કાલિક કાર્યવાહી માટે ઘટનાસ્થળે રવાના થઈ હતી. પોલીસ (Police) ટીમ રાત્રે લગભગ 8.20 વાગ્યે સ્થળ પર પહોંચી ત્યારે 25 વર્ષીય દિલીપ મહેશ રાજપુત નામનો યુવક હાથમાં લાકડું લઈને ઉશ્કેરાયેલા હાલતમાં ઊભો હોવાનું સામે આવ્યું. પોલીસે તેને શાંત રહેવા, લાકડું નીચે મૂકવા અને તપાસમાં સહકાર આપવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ આરોપી વધુ ઉગ્ર બની ગયો.

આરોપીએ ફરજ પરના પોલીસ (Police) સ્ટાફ સાથે અપશબ્દો વરસાવ્યા અને ત્યારબાદ હાથમાં રહેલા લાકડાથી સરકારી PCR વાન પર તાબડતોબ જોરદાર ફટકા મારી તોડફોડ મચાવી દીધી. હુમલામાં PCR વાનના આગળ અને પાછળના કાચ તૂટી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ સરકારી મિલકતને આશરે 15 હજાર રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું નોંધાયું છે.

પોલીસ (Police)ની કડક કાર્યવાહી

પરિસ્થિતિ બગડતી જોઈ પોલીસ ટીમે ક્ષણભર પણ વિલંબ કર્યા વિના સ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ઉશ્કેરાયેલા આરોપી દિલીપ રાજપુતની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી છે.

 હતી. સરકારી ફરજમાં અડચણ ઊભી કરવી, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે અશોભનીય વર્તન કરવાના ગંભીર આરોપો હેઠળ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરમતી જેલમાં ફરી સુરક્ષા ભંગ,’બડા ચક્કર’ વિભાગના બાથરૂમની ટાઇલ્સ પાછળથી સ્માર્ટફોન મળી આવ્યો

આ પણ વાંચો:  સાબરમતી રિવરફ્રન્ટનો ફ્લાવર પાર્ક આજથી બંધ, 2026ના ભવ્ય ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં

આ પણ વાંચો:  અમદાવાદમાં સાબરમતી નદીના તટે ’પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી