Ahmedabad News/ સાબરમતી જેલમાં ફરી સુરક્ષા ભંગ,’બડા ચક્કર’ વિભાગના બાથરૂમની ટાઇલ્સ પાછળથી સ્માર્ટફોન મળી આવ્યો

સાબરમતી (Sabarmati) સેન્ટ્રલ જેલમાં ફરી એકવાર સુરક્ષા પીઆર સવાલો ઊભા થયા છે. બાથરૂમમાંથી ટાઇલ્સ પાછળ છુપાવેલો સ્માર્ટફોન મળી આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sabarmati

Ahmedabad News:ગુજરાતની સૌથી હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં (Sabarmati Jail) ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાનું મોટું ગાબડું સામે આવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન ‘બડા ચક્કર’ વિભાગના બાથરૂમમાંથી એક સ્માર્ટફોન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કેદીઓએ પોલીસ અને જેલ સ્ટાફની નજરથી બચવા માટે અત્યંત ચાલાકીપૂર્વક આ મોબાઇલ ફોનને બાથરૂમની ટાઇલ્સ પાછળ છુપાવી દીધો હતો.

જોકે, આ ઝડપાયેલા સ્માર્ટફોનમાં  (Smart phone) સીમકાર્ડ મળી આવ્યું નથી. આ કારણે જેલની અંદર નેટવર્ક કનેક્શન કઈ રીતે કાર્યરત થતું હતું તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે. શું કેદીઓ વાઇ-ફાઇ અથવા અન્ય કોઈ ગેરકાયદેસર માધ્યમથી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા? આ બાબતની તપાસ હવે પોલીસ અને જેલ અધિકારીઓ માટે મોટી પડકાર બની છે.

સાબરમતી જેલમાં (Sabarmati Jail) ફરી સુરક્ષા પર ઉઠ્યા સવાલો

જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, રુટિન તપાસ દરમિયાન સાબરમતી જેલના (Sabarmati Jail) ‘બડા ચક્કર’ વિભાગના બાથરૂમની ટાઇલ્સ ખોલતાં આ સ્માર્ટફોન મળી આવ્યો હતો. આ વિભાગમાં મુખ્યત્વે હાઇ-પ્રોફાઇલ કેદીઓ અને લાંબી સજા ભોગવતા આરોપીઓને રાખવામાં આવે છે. મોબાઇલ છુપાવવાની આ રીત અત્યંત ચતુરાઈભરી હોવાથી જેલ સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાયો છે.

આ ઘટના સામે આવતાં જ જેલ સત્તાધિશોએ તુરંત રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે અને મુખ્ય પ્રશ્ન એ છે કે, જેલની મજબૂત દીવાલો,CCTV કેમેરા અને મલ્ટી-લેયર સિક્યોરિટી વચ્ચે આ મોબાઇલ અંદર કઈ રીતે પહોંચ્યો?

સાબરમતી જેલ (Sabarmati Jail) પ્રશાસન આ મોબાઇલનો ઉપયોગ જેલમાંથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અથવા બહારના લોકો સાથે સંપર્ક કરવા માટે થતો હતો કે નહીં તેની તપાસ કરી રહ્યું છે. ફોનના ડેટાની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.ઘણી વખત જેલ સ્ટાફ અથવા વિઝિટર્સ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ અંદર આવે છે તેવા આરોપો લાગતા હોય છે. આ દિશામાં પણ તપાસ ચાલુ છે.આ ઘટના પછી જેલની તમામ બેરેકોમાં ચેકિંગ પ્રક્રિયા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. જેલરે જણાવ્યું કે, હવે વધુ આકસ્મિક તપાસ અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી જેલમાં કેદીનું રહસ્યમય મોત, 26 ઈજાઓના ખુલાસાથી જેલ તંત્રમાં ખળભળાટ