Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ની સાબરમતી જેલ(Sabarmati Jail)નો એક કથિત વીડિયો વાયરલ થયો છે. જેલમાં આરામ કરતા કેદીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખુમાનસિંહ ઝાલા નામના વ્યક્તિના નામે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ (Video Viral) થયો છે. કેદીઓની મુલાકાતના સમયનો વીડિયો પણ અહીં પોસ્ટ કરવામાં આવ્યો છે. જેલની અંદરનો વીડિયો વાયરલ થતાં જ સુરક્ષા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વીડિયો સાબરમતી જેલનો છે. વાયરલ વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સાબરમતી જેલનો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં કેદીઓ જેલમાં આરામ કરતા જોવા મળે છે. કેદીઓની મુલાકાતનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર સામે આવ્યો છે. આ ઉપરાંત, મુલાકાતીઓ પણ કેદીઓને મળવા આવતા જોવા મળે છે.
ખુમાનસિંહ ઝાલા નામના વ્યક્તિના નામે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે જેલમાં કેદીઓ આરામ કરી રહ્યા છે તેનો એક વીડિયો છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ દાખલ કરવામાં આવશે. જોકે, સાબરમતી જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયો સાબરમતી જેલનો નથી અને જેના એકાઉન્ટ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, તે વ્યક્તિ, ખુમાનસિંહ ઝાલા , પણ સાબરમતી જેલમાં નથી. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી
આ પણ વાંચો:સાબરમતી જેલમાં બેસીને ધમકી આપતો હતો અતીક, બિલ્ડર પાસે માંગતો હતો 5 કરોડ
આ પણ વાંચો:યુપી પોલીસ અતીક અહેમદ સાથે સાબરમતી જેલ જવા રવાના,કાફલો નૈની જેલથી રવાના
