અમદાવાદ/ સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

પાકા કામના કેદી પાસેથી ગાંજાની પડીકી ઝડપાઇ છે. 111 ગ્રામ જથ્થા સાથે પકડાતા કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
ગાંજો
  • અમદાવાદઃ સાબરમતી જેલમાંથી ગાંજો ઝડપાયો
  • પ્રતિબંધિત 111 ગ્રામ ગાંજાની 25 પડીકી ઝડપાઇ
  • કેદી સામે પોલીસે NDPS એકટ મુજબ ગુનો નોંધ્યો
  • પાકા કામના કેદી પાસેથી ગાંજાની પડીકી ઝડપાઇ

Ahmedabad News: ફરી એકવાર ગાંજો પકડાવવાની ઘટના સામે આવી છે, આ વખતે અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંજો પકડતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કેદી પાસેથી ગાંજાની 25 પડીકી ઝડપાઇ છે.

આ ઘટના બાદ જેલ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. પાકા કામના કેદી પાસેથી ગાંજાની પડીકી ઝડપાઇ છે. 111 ગ્રામ જથ્થા સાથે પકડાતા કેદી સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજો પકડવવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં 200 ખોલી બહારના ભાગે વીડિયો કોર્ટ પાસે પાકા કામનો કેદી પ્રિતેશ ઠક્કર વિશી વિભાગની ચાનું ગાડું લઈને જઈ રહ્યો હતો. જે શંકાસ્પદ લાગતા જેલના સુબેદાર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે નાસ્તાની પડીકામાં સેલોટેપમાં લપેટેલી 25 ગાંજાની પડીકી મળી આવી હતી. આ અંગે સેન્ટ્રલ જેલના જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી


આ પણ વાંચો:અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો:જામનગરની ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલને ISP દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

આ પણ વાંચો:અમદાવાદ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું, નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કર્યા તૈયાર

આ પણ વાંચો:સુરતમાં ભરચક રોડ પર સ્કેટિંગ કરતા યુવાનનો વીડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસ