Ahmedabad: અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત ટ્રેન દોડશે, જે સુવિધા અને સલામતી સાથે નવા ફેરફારો લઈને આવી છે. તેની અંતિમ ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ મુંબઈ-અમદાવાદ રૂટ પર શરૂ થવાની તૈયારીમાં છે.
ત્રીજી વંદે ભારત ટ્રેન 160ની ઝડપે દોડશે. હાલ અમદાવાદ-મુંબઈ રૂટ પર બે વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે જે 130ની ગતિએ દોડશે. જે ગંતવ્ય સ્થાને પહોંચવામાં 5 કલાક 25 મિનિટનો સમય લે છે. ત્રીજી ટ્રેન 160ની ઝડપે દોડવાથી મુસાફરોનો 45 મિનિટનો સમય ઘટાડશે.
મળતી માહિતી મુજબ, નવી વંદે ભારત ટ્રેન નવા ફેરફારો સાથે આવશે. જેમાં સુવિધાઓ અને સલામતી સુવિધાઓના સંદર્ભમાં અન્ય વંદે ભારત ટ્રેનો કરતાં સારી હશે.
આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં