Gujarat News: રાજ્યના તમામ જીલ્લાઓ અને તાલુકાઓમાં ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટ સ્થાપવા નિર્દેશ આપ્યો છે. તમામ જીલ્લામાં 1 ફેમિલી કોર્ટ માટે અલાયદી વ્યવસ્થા અને મકાન રિપેરિંગ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજને તેમના જીલ્લામાં 1 ફેમિલી કોર્ટ ઊભી કરી અલગ રૂમની વ્યવસ્થા કરવા તાકીદ કરી છે. 24 મે સુધી જરૂરી રિપેરિંગ કામ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા પણ નિર્દેશો આપ્યા છે. 32 જીલ્લાઓમાં વધારાનો એક રૂમ ઉપલબ્ધ છે કે કેમ… તેની સંપૂર્ણ વિગતો પણ માંગી છે.
કોર્ટ બિલ્ડિંગ જૂની છે તો તેનું રિપેરિંગ કરાવવું, ચેમ્બરમાં ટોઈલેટ છે કે નહીં તો તેની સુવિધા ઉપલબ્ધ કરાવવી. અમદાવાદ સહિત રાજ્યના તમામ 32 જીલ્લાઓ અને તાલુકા મથકોમાં ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં