Gujarat Weather forecast/ ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી ગરમીથી……………

Gujarat Top Stories Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં હવામાન નિષ્ણાતે આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની સંભાવના વ્યક્ત કરી ગરમીથી બચવાની ચેતવણી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 5 દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. 3 દિવસથી બપોરે 43 થી 44 ડિગ્રી તો મોડી રાત્રે 32 થી 34 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

આ વર્ષે 44.2 ડિગ્રી સાથે શહેરની સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. વાતાવરણમાં ઉપરનાં લેવલે હાઈપ્રેશર સાથે એન્ટી સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ 44 ડિગ્રી સાથે ઓરેન્જ એલર્ટ તેમજ 20 થી 22 મે સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એપ્રિલથી અત્યાર સુધી 13 યલો, 3 ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન નિષ્ણાતો મુજબ છેલ્લા 3 દિવસથી બપોરની સાથે રાત્રિનું તાપમાન ઊંચુ રહે છે. ઉપરાંત ગરમીથી બિમાર થવાના 10 હજારથી વધુ કેસો નોંધાયા છે.

રાજસ્થાન તરફથી ફૂંકાતા સૂકા અને અત્યંત ગરમ પવન ગુજરાત તરફ આવતાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગાંધીનગરમાં અમદાવાદ શહેરની જેમ 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. સુરત અને વલસાડમાં માવઠા બાદ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ હિટવેવ જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોલીસમાં જોવા મળ્યો હિટલર Rule,મામૂલી બાબતમાં કોન્સ્ટેબલને ફટકાર્યો 10 રૂપિયાનો દંડ

આ પણ વાંચો:ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં