લોકસભા 2019નો ચૂંટણી જંગ પોતાનાં સાતમાં અને અંતિમ ચરણમાં આવી પહોંચ્યો છે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 59 બેઠકોનાં મહા મુકાબલામાં મતદાન શરૂ છે ત્યારે 59 બેઠકો પર ચૂંટણી લડી રહેલ તમામ પાર્ટીઓએનાં ઉમેદવારોનાં ભવિષ્યનો ફેંસલો મતદાતા EVMમાં બંધ કરી દેશે.
આ બેઠકો પર રહેશે સૌની નજર
સાતમાં તબક્કાનાં મતદાનનાં દિવસે દેશની નજર વારાણસી, પટના સાહેબ, ગુરૂદાસપુર, અમૃતસર અને ખાસ કરીને પં.બંગાળની તમામ બેઠકો પર મંડાયેલી રહેશે. જ્યારે વારાણસીથી ખુદ PM મોદી ઉમેદવાર છે ત્યારે વારાણસી સૌથી વધુ ધ્યાન આકર્ષણનું કેન્દ્ર છે. તો પં.બંગાળમાં ભાજપ અને તૃણામુલ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હવાથી અને પાછતા તબક્કામાં બંગાળમાં ફાટી નીકળેલી હિંસાને કારણે પં.બંગાળમાં ધમાલ જોવા મળે તો કોઇ નવાઇની વાત નહીં લાગે. જો કે પાછલા દિવસોમાં પં.બંગાળમાં થયેલ હિસં ઘટનાને પગલે ચૂંટણી પંચ પણ આ વખતે ચલાવી લેવાનાં મૂડમાં નથી જોવા મળી રહ્યું અને ચૂંટણી પંચે સંવિઘાનનાં અનુચ્છેદનો ઇતિહાસમાં પહેલીવાર ઉપયોગ કરી પોતાની તાકાતનો પરચો આપ્યો જ છે પરંતુ સાચી ખબર તો કાલનો દિવસ જ લાવશે તે પણ નક્કી છે.
કોલકાતા: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગુલીએ મતદાન કર્યું છે.

મમતા બેનર્જીએ મતદાન કર્યું.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ પટિયાલાના પોલિંગ બૂથ નંબર 89 પર મતડેન કર્યુ.

ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ વારીણસીના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.

અજય રાયે મતદાન કર્યું.

કેન્દ્ર મંત્રી અને ભાજપના નેતા મનોજ સિન્હાએ મતદાન કર્યું હતું.

1951 માં પ્રથમ મતદાતા શ્યામ શરણ નેગી પણ આજે મતદાન કર્યું.
#WATCH 102-yr old Shyam Saran Negi from Himachal Pradesh's Kalpa, casts his vote in #LokSabhaElections2019. He had cast the first vote in the 1951 general elections. pic.twitter.com/LYATWrRjB1
— ANI (@ANI) May 19, 2019
સિદ્ધુ દંપતિએ અમૃતસરમાં મતદાન કર્યું.

અનુરાગ ઠાકુરે પરિવાર સાથે મળીને મતદાન કર્યું.

મધ્યપ્રદેશ: લોકસભા અધ્યક્ષ અને ભાજપના નેતા સુમિત્રા મહાજને ઇંદોરના મતદાન મથકમાં મતદાન કર્યું છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર મંડી જિલ્લામાં મતદાન બૂથ નંબર 36 પર મતદાન કર્યું છે.

સીપીએમ ઉમેદવાર સલીમને મતદાન કર્યું.

પંજાબ: પૂર્વ કેન્દ્રીયમંત્રી અને આનંદપુર સાહિબ લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર મનીષ તિવારી લુધિયાણામાં મતદાન કર્યું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચંડીગઢથી કોંગ્રેસ ઉમેદવાર પવન બંસલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ વખતે તેમનો મુકાબલા બીજેપીની કિરણ ખેરથી છે, જે અગાઉ પણ લોકસભા ચૂંટણી જીતી ચુકી છે.

ઉત્તર પ્રદેશનો વિધિ- ન્યાય, યુવા કલ્યાણ, રમત અને સૂચના રાજ્ય મંત્રી ડૉ. નીલકંઠ તિવારીએ પ્રાથમિક કન્યા શાળા અને જુનિયર હાઈસ્કૂલ, શંકુલધરાના બૂથ નંબર -189 પર લાંબી કતારમાં ઊભા રહીને મતદાન કર્યું.
વારાણસીના કમિશનર દિકપ અગ્રવાલએ જેપી મહેતા ઇન્ટર કોલેજ બૂથ પર પોતાનું મતદાન કર્યું છે,
મધ્ય પ્રદેશ: ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ ઇન્દોરના પોલિંગ બૂથ નંબર 316 પર મતદાન કર્યું .

બિહાર: કેન્દ્રના પ્રધાન અને ભાજપના નેતા રવિ શંકર પ્રસાદે બૂથ નં.77 પટના વિમેન્સ કોલેજમાં મતદાન કર્યું.

પંજાબ: ક્રિકેટર હરભજન સિંહ લાંબી કતારમાં ઉભા રહીને મતદાન કર્યું.

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ મતદાન કર્યું.

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ પટનાના બૂથ નંબર 49 માં મતદાન કર્યું.

પશ્ચિમ બંગાળ: દક્ષિણ કોલકાતાથી બીજેપી લોકસભાની ઉમેદવાર સીકે બોસ મતદાન કર્યું.

સીએમ યોગી આદિત્યનાથે ગોરખપૂરથી કર્યું મતદાન..

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ ભવન , પટનાની એક સ્કૂલના પોલિંગ બૂથ નંબર 326 પર જઈને પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ.
બિહારથી CM નિતીશ કુમારે કહ્યું કે ચૂંટણી આટલા લાંબા સમય સુધી થવી ન જોઈએ, મતદાન દરેક તબક્કા વચ્ચે ઘણો લાંબો અંતરાલ હતો. હું આના પર સર્વસમ્મતિ બનાવવા માટે બધા દળોના નેતાઓને પત્ર લખીશ.

પશ્ચિમ બંગાળ: કોલકાતા ઉત્તર ભાજપના ઉમેદવાર રાહુલ સિન્હા મતદાન કર્યું.

