નોઇડા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇને ઉત્તરપ્રદેશના નોઇડા ખાતે બનેલી દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું છે. દુનિયાની અગ્રણી સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ દ્વારા નોઇડા ખાતેની ફેક્ટરીનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને આ માટે સેમસંગ દ્વારા ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

જો કે આ કંપનીના ઉદ્ઘાટન બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે, સેમસંગ દ્વારા ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા જેવા દેશોને છોડીને દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન કંપનીના વિસ્તરણ માટે ભારતની જ શા માટે પસંદગી કરવામાં આવી.
ભારતની પસંદગી પાછળ આ કારણો છે જવાબદાર :
ભારતનું ઝડપ ભેર વધી રહેલું ડેવલપમેન્ટ અને લોકોની આવક.
ભારતમાં સેમસંગ અત્યારસુધી ૬.૭ કરોડ સ્માર્ટફોન બનાવી રહી હતી, જો કે હવે આ નવો પ્લાન્ટ શરુ થયા બાદ અંદાજે ૧૨ કરોડ મોબાઈલનું ઉત્પાદન થવાની સંભાવના છે.
સેમસંગ દ્વારા અહી ફેક્ટરી એક ખાસ ફાયદો જોઇને સ્થાપી છે અને એ ફાયદો છે કે ભારત દેશ દુનિયાનું બીજા નંબરનું મોબાઈલનું સૌથી મોટું માર્કેટ છે.
દુનિયાભરમાં ભારતનો માર્કેટ શેર ૧૦ % જેટલો છે ત્યારે સ્વાભાવિક છે કે અહી કંપનીને યુઝર્સ વધુ મળી શકે છે.
૨૦૧૭માં ભારતમાં લગભગ ૩૦ કરોડ મોબાઈલ યુઝર્સ હતા અને વર્ષના અંત સુધીમાં આ આકડો વધીને ૩૫ કરોડ થઇ શકે છે.
વર્ષ ૨૦૨૨ સુધી એવી સંભાવના છે કે, ભારતમાં મોબાઈલ વાપરવા વાળા લોકોની સંખ્યા ૪૫ કરોડ થઇ જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુનિટના વિસ્તાર માટે સેમસંગ દ્વારા ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. અહી ભારતની ફેકટરીમાં આ કંપની માત્ર ભારતની બજાર માટે જ ફોન નહિ બનાવે પરંતુ એ યુરોપ,વેસ્ટ એશિયા અને આફ્રિકામાં નિકાસ પણ કરવામાં આવશે.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, “આ યુનિટથી મોબાઈલ અને રેફ્રિજરેટરના ઉત્પાદનમાં બમણો વધારો થશે”.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નોઇડાને વિદેશી કંપનીઓનું હબ બનાવું એ વાત પ્રાથમિક સ્થાન પર છે. આ પહેલા ઇન્વેસ્ટમેન્ટ સમીટદરમિયાન જિલ્લામાં આશરે ૩૫ હજાર કરોડના એમઓયુ દેશ-વિદેશની વિવધ કંપનીઓ સાથે સાઈન થયા હતા. જેનાથી દોઢ લાખ જેટલા લોકોને રોજગાર મળશે.
