Not Set/ એક એડ માટે લીધી 1 કરોડ રૂપિયા ફી, ફેમસ થયા બાદ આટલી બદલાઈ ગઈ પ્રિયા પ્રકાશ

આ વર્ષે દેશની સૌથી મોટી ઇન્ટરનેટ સેન્સેશન બનીને ઉભરેલી પ્રિયા પ્રકાશ વારિયર ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની વિંક સ્ટાઇલ માટે મશહૂર પ્રિયાએ એક નેશનલ એડ કોમર્શિયલ શૂટ કરવા માટે 1 કરોડ રૂપિયાની ડીલ સાઈન કરી છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પ્રિયા મુંબઈમાં એક સ્ટુડિયોમાં એડ શૂટિંગ માટે સ્પોટ થઇ હતી. એક સૂત્રના જણાવ્યા […]

Top Stories Entertainment

આ વર્ષે દેશની સૌથી મોટી ઇન્ટરનેટ સેન્સેશન બનીને ઉભરેલી પ્રિયા પ્રકાશ વારિયર ફરી એકવાર ચર્ચામાં છે. પોતાની વિંક સ્ટાઇલ માટે મશહૂર પ્રિયાએ એક નેશનલ એડ કોમર્શિયલ શૂટ કરવા માટે 1 કરોડ રૂપિયાની ડીલ સાઈન કરી છે.

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પ્રિયા મુંબઈમાં એક સ્ટુડિયોમાં એડ શૂટિંગ માટે સ્પોટ થઇ હતી. એક સૂત્રના જણાવ્યા અનુસાર પ્રિયાએ શુક્રવાર સવારે એક એડ શૂટ કર્યું હતું. આ શૂટ માટે ખુબ ચોકસાઈ જોવા મળી હતી. અમને જાણવા મળ્યું છે કે આ નેશનલ એડ માટે પ્રિયાએ લગભગ 1 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે. જે એક ન્યુકમર માટે ઘણી મોટી રકમ છે.

આ પહેલા પ્રિયા પોતાના ઇંસ્ટાગ્રામ પર પ્રમોશન માટે 8 લાખ રૂપિયા ચાર્જ કરવા બાબતે ખબરોમાં છવાઈ હતી. જણાવી દઈએ કે ઇંસ્ટાગ્રામ પર પ્રિયાના લગભગ 60 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.

પ્રિયાની બોલિવૂડમાં એન્ટ્રીની વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ પ્રિયાએ બે ફિલ્મો સાઈન કરી છે. રોહિત શેટ્ટીની સિમ્બામાં પ્રિયાનો મહત્વનો રોલ હોઈ શકે છે. આ ઉપરાંત બીજી ફિલ્મ વિષે કઈ ખુલાસો થયો નથી.