National News/ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભયાનક વિસ્ફોટ, મહારાષ્ટ્રના બે બહાદુર જવાનો દેશ માટે શહીદ

જમ્મુ-કાશ્મીરના Uri સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક કમલકોટ વિસ્તારમાં થયેલા એક આકસ્મિક વિસ્ફોટમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થયા છે. મહારાષ્ટ્રના આ બંને વીર જવાનોના બલિદાન વિશે વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

NATIONAL Top Stories India
Uri

Uri LoC Blast 2026: જમ્મુ-કાશ્મીરના ઉરી(Uri) સેક્ટરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) નજીકથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવનારા સમાચાર સામે આવ્યા છે. મંગળવારે મોડી સાંજે ઉરીના સરહદી કમલકોટ વિસ્તારમાં લાઇન ઓફ કન્ટ્રોલ પાસે અચાનક એક જોરદાર આકસ્મિક બ્લાસ્ટ (Accidental Explosion) થયો હતો. આ ભયાનક વિસ્ફોટમાં ભારતીય સેનાના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. આ દુર્ઘટના તે સમયે બની જ્યારે બંને બહાદુર જવાનો સરહદ(Uri) પર દેશની રક્ષા કાજે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે જવાનોને બચાવવાની તમામ કોશિશો નિષ્ફળ નીવડી હતી. આ ઘટનાને પગલે સમગ્ર દેશ સહિત શહીદ જવાનોના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

શહીદ થયેલા બંને વીર જવાનો મહારાષ્ટ્રના વતની

માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને વીરગતિ (Uri) વરનારા આ બંને જાંબાઝ જવાનો મહારાષ્ટ્રના વતની હતા. શહીદ જવાનોની સત્તાવાર ઓળખ નીચે મુજબ થઈ છે:

ચવ્હાણ વિક્રમ બાલકૃષ્ણ તેઓ મહારાષ્ટ્રના ઐરોલી (Airoli) ના રહેવાસી હતા.

અર્જુન જાધવ રાજેન્દ્ર તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તાલુકાના શાહપુર ગામના વતની હતા.

માતૃભૂમિની સુરક્ષા કાજે આપેલા આ સર્વોચ્ચ બલિદાનને આખો દેશ હંમેશા આદરપૂર્વક નમન કરશે અને યાદ રાખશે.

શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ

સત્તાવાર સૈન્ય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉરીના કમલકોટ સેક્ટરમાં વિસ્ફોટ થયા બાદ તરત જ બંને જવાનોને અત્યંત ગંભીર હાલતમાં સેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક શ્રીનગરના બાદામીબાગ સ્થિત આર્મીની પ્રખ્યાત ’92 બેઝ હોસ્પિટલ’ (92 Base Hospital) ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર મિલિટરી ડૉક્ટરોની સ્પેશિયલ ટીમે તેમને બચાવવા માટે રાત-દિવસ એક કરીને તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. જોકે, બંને જવાનોને વિસ્ફોટના કારણે શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તમામ તબીબી પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

બ્લાસ્ટનું કારણ શોધવા સેના દ્વારા તપાસ શરૂ

આ આકસ્મિક વિસ્ફોટ લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) ના અત્યંત સંવેદનશીલ અને ફોરવર્ડ લોકેશન ગણાતા કમલકોટ વિસ્તારમાં થયો હતો. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સરહદ પર આવેલા આવા ફોરવર્ડ લોકેશન્સ પર અવારનવાર દાયકાઓ જૂની એક્ટિવ લેન્ડમાઇન્સ (બારૂદી સુરૂંગો) અથવા વણવપરાયેલા લશ્કરી દારૂગોળાના કારણે મોટો ખતરો બનેલો રહે છે, જે ક્યારેક હવામાન બદલાતા કે પગ પડતા ફાટી નીકળે છે. આ બ્લાસ્ટ (Uri) કયા પ્રકારનો હતો, તે કોઈ લેન્ડમાઈન બ્લાસ્ટ હતો કે અન્ય કોઈ અકસ્માત અને તેની પાછળનું સચોટ કારણ શું હતું, તે જાણવા માટે સેનાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરી અને વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો અંત, ગુફા બની કબર, સેનાએ લીધો શહીદોનો બદલો

આ પણ વાંચો:  જમ્મુ-કાશ્મીર: સુરક્ષા દળો અને જૈશ આતંકવાદીઓ વચ્ચે તણાવ

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતે આર્મી વાહન ખાડામાં પડી, 10 સૈનિકોના મોત