કોંગ્રેસ પાર્ટી માટે તાજેતરનો સમય ઘણો ખરાબ ચાલી રહ્યો છે. હાલમાં તેમના નેતાઓ પર ઈડી દ્વારા ધરપકડનો સીલસીલો શરૂ થયો છે. ત્યારે તેમની ઇમેજ પર તેની સીધી અસર થઇ રહી છે. આજે સામે આવેલા એક વીડિયોને જોતા તેમની મુસીબતોમાં હજુ વધારો થાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે મૈસુર એરપોર્ટની બહાર તેમના જ સહાયકને થપ્પડ માર્યો હતો.
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કર્ણાટકનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરમાં તેમના જ સહાયકને થપ્પડ માર્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કોંગ્રેસનાં નેતા સિદ્ધારમૈયાએ મૈસુર એરપોર્ટની બહાર તેમના સહાયકને બધાની સામે થપ્પડ મારી દીધો. સમાચાર એજન્સીએ આ ઘટનાનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે સિદ્ધારમૈયા પોતાના જ સાથીને કેવી રીતે થપ્પડ મારી રહ્યા છે. આ ઘટના ત્યા હાજર મીડિયાની સમક્ષ થઇ હતી. સિદ્ધારમૈયાને આ રીતે તેમના જ સહાયકને થપ્પડ મારતા જોઇ ત્યા હાજર દરેક ચોંકી ગયા હતા. વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, જેવા તે પાછળ તરફ જાય છે ત્યારે કોઇ વાત પર નારાજ થયેલા સિદ્ધારમૈયા પોતાના જ સહયોગીને થપ્પડ ઘસી દે છે અને બાદમાં બંન્ને આગળ વધે છે.
#WATCH: Congress leader and Karnataka's former Chief Minister Siddaramaiah slaps his aide outside Mysuru Airport. pic.twitter.com/hhC0t5vm8Q
— ANI (@ANI) September 4, 2019
જોકે, હજી સુધી તે જાણી શકાયું નથી કે, સિદ્ધારમૈયાએ તેમના સહાયક સાથે કેમ આવુ વર્તન કર્યું. આપને જણાવી દઈએ કે, કર્ણાટક કોંગ્રેસ હજી મુશ્કેલીમાં છે. કારણ કે કર્ણાટકનાં કોંગ્રેસનાં મુશ્કેલી નિવારણ ગણાતા ડી.કે.શિવકુમારને મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ વચ્ચે બનેલી આ ઘટના ક્યાકને ક્યાક કોંગ્રેસની મુસિબતોમાં વધારો કરે તો કોઇ નવાઇ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
