મુંબઈ,
મંગળવારે મુંબઇમાં દોઢ દિવસના ગણપતિ વિસર્જન ધૂમ-ધામથી કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષો પણ શિલ્પા શેટ્ટીએ તમારા ઘરે લવેલ બાપ્પીની વિદાય કરી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટીનો સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો..
શિલ્પાએ દર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરી અને દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કર્યું. આ પ્રસંગે શિલ્પા અને પતિ રાજ કુંદ્રાએ અનિલ કપૂર અંદાજમાં ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.

શિલ્પાએ તેના ઇંસ્ટાગ્રામ પર તેમના ગણપતિ વિસર્જનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી પતિ અને પુત્ર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. શિલ્પા તેની બહેન શમિતા શેટ્ટી સાથે પણ જોવા મળી હતી. શિલ્પાએ આ પ્રસંગે પિંક કલરનો ડિઝાઇનર સૂટ પહેર્યો હતો. આ સાથે, તેમણે નથ અને હેવી જ્વેલરીકેરી કરી હતી.
https://www.instagram.com/p/B19Q7lChnH4/?utm_source=ig_embed
મંગળવારથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદ હોવા છતાં પણ શિલ્પા નાચતી જોવા મળી હતી. જણાવી દઈએ કે સોમવારે ગણેશ ચતુર્થી નિમિત્તે મહારાષ્ટ્રમાં ઘરે ગણપતિ સ્થાપિત કરવાનો ટ્રેન્ડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
