Not Set/ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય આપ્યું રાજીનામું

જામનગર, CWCની બેઠક પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. હવે જામનગરના ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી મજબૂત અટકળો ચાલી રહી છે. હકુભા જાડેજા અને મેઘજી કણજારિયા દ્વારા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું કહેવાય […]

Top Stories Gujarat Others

જામનગર,

CWCની બેઠક પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. હવે જામનગરના ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી મજબૂત અટકળો ચાલી રહી છે. હકુભા જાડેજા અને મેઘજી કણજારિયા દ્વારા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

ઉલ્લેખિય છે કે, ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં પોતાના મુળિયા મજબૂત કરવા કોંગ્રેસના કેટલાક મોટા ગજાના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જેમાંથી જવાહર ચાવડાએ ભગવો ધારણ કર્યા બાદ આજે પરસોત્તમ સાપરિયાએ પણ ભગવો ધારણ કર્યો. જે બાદ હવે વલ્લભ ધારવિયા કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં જોડાય તો કોંગ્રેસને આ એક મોટો ઝટકો કહી શકાય.

જો કે બે દિવસ પહેલા જ વલ્લભ ધારવિયાએ જણાવ્યું હતું કે હું કોઈ કાળે ભાજપમાં નહીં જોડાઉ. હું કોંગ્રેસ પક્ષ પ્રત્યે સંપૂર્ણ વફાદાર છું અને રહીશ.