અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના સમાચાર છે. કેટલાક લોકો ઘાયલ થવાની આશંકા છે. જોકે, સત્તાવાર રીતે કોઈ નુકસાનની પુષ્ટિ થઈ નથી. બચાવ કામગીરી માટે DRF, SDRP અને અન્ય સહાયક એજન્સીઓને સક્રિય કરવામાં આવી છે. ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. તીર્થયાત્રીઓના કેટલાક ટેન્ટમાં નુકસાન થયાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે સાંજે લગભગ 5.30 વાગ્યે વાદળ ફાટ્યું છે.
પહલગામ જોઈન્ટ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમરનાથ ગુફાના નીચાણવાળા વિસ્તારોમાં સાંજે લગભગ 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ થઈ હતી. એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. ITBPએ કહ્યું કે કેટલાક જાનહાનિની આશંકા છે, હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. બચાવ ટુકડીઓ કામ પર છે. ITBPની ટીમો અન્ય એજન્સીઓ સાથે બચાવ કામગીરીમાં છે.
#WATCH | J&K: Visuals from lower reaches of Amarnath cave where a cloud burst was reported at around 5.30 pm. Rescue operation underway by NDRF, SDRF & other associated agencies. Further details awaited: Joint Police Control Room, Pahalgam
(Source: ITBP) pic.twitter.com/AEBgkWgsNp
— ANI (@ANI) July 8, 2022
ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. તીર્થયાત્રીઓના કેટલાક ટેન્ટમાં નુકસાન થયાના સમાચાર છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. આ યાત્રા આ વર્ષે ગત 30 જૂનથી શરૂ થઈ છે. 43 દિવસની આ યાત્રા 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
આ વર્ષની યાત્રામાં લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે. 30 જૂનથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં 65,000થી વધુ શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે. ખરાબ હવામાનને કારણે, મુસાફરીને વચ્ચે 2 થી 3 દિવસ રોકવી પડે છે. હવે અમરનાથની ગુફા પાસે વાદળ ફાટવાના સમાચાર આવી રહ્યા છે.
આ પણ વાંચો:વડોદરા બિલ્ડર હરીશ અમીનનું મોત અકસ્માત નહિ હત્યા : જાણો કેવી રીતે ઉકેલાયો ભેદ
