Not Set/ 157 લોકોના મોત સાથે રાજ્યમાં નોધાયાં 14,296 નવા કેસ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 14,296 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં નોધાયેલા કુલ કેસની સંખ્યા 4,96,033 ને પાર પહોચી

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચિંતા વધારી રહી છે.  રાજ્યમાં સતત કોરોના કેસનો આંક વધી રહ્યો  છે. સાથે કોરોનાથી થતા મોત નોઆંક પણ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 14,296 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં નોધાયેલા કુલ કેસની સંખ્યા 4,96,033 ને પાર પહોચી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 157 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 6727  છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા  3,74,699 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,15,006 છે.

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ સતત વણસી રહી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 5790 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1690 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 413 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 573 કેસ, જ્યારે ગ્રામ્યમાં 189 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 608 કેસ અને ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે.