National News/ મમતા બેનર્જીએ ડિઝાઇન કરેલી ‘ડરામણી’ ફૂટબોલ મૂર્તિ તોડી પડાઈ, કોલકાતામાં ભારે રાજકીય ગરમાવો

કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ બહાર પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee) દ્વારા ડિઝાઇન કરાયેલી વિવાદાસ્પદ ફૂટબોલ મૂર્તિને વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. વર્ષ 2017 ના FIFA વર્લ્ડ કપ સમયની આ કલાકૃતિના વિવાદ અંગે વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Mamata Banerjee

Kolkata Stadium Mamata Banerjee: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમ (Salt Lake Stadium) ની બહાર એક અત્યંત મોટું અને ચોંકાવનારું એક્શન લેવામાં આવ્યું છે. અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા સ્વહસ્તે ડિઝાઇન કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ફૂટબોલની મૂર્તિ (સ્કલ્પચર) ને શનિવારે સવારે સંપૂર્ણપણે તોડી પાડીને હટાવી દેવામાં આવી છે. આ કલાાકૃતિ વર્ષ 2017 માં યોજાયેલા FIFA U-17 વર્લ્ડ કપ પહેલા સ્ટેડિયમના મુખ્ય ગેટ પાસે સ્થાપિત કરવામાં આવી હતી અને તે લાંબા સમયથી ભારે વિવાદમાં હતી. શનિવારે સવારે આ મૂર્તિ હટાવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચા ખૂબ ગરમાઈ ગઈ છે.

કેમ વિવાદમાં હતી આ અનોખી મૂર્તિ?

આ આર્ટવર્ક (કલાાકૃતિ) ની બનાવટ શરૂઆતથી જ રમતપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા અને વિવાદનો વિષય રહી હતી. આ મૂર્તિની (Mamata Banerjee) ડિઝાઇનમાં ધડ વગરના (કપાયેલા) બે પગ દર્શાવવામાં આવ્યા હતા અને તેના ઉપરના ભાગે એક ફૂટબોલ રાખવામાં આવ્યો હતો. મમતા બેનર્જીની કલ્પનાથી બનેલી આ મૂર્તિને(Mamata Banerjee) લઈને લોકો બે જૂથમાં વહેંચાયેલા હતા. ઘણા લોકો અને કલા વિવેચકો તેને જોવામાં અત્યંત અજીબ, ડરામણી અને ભદ્દી ગણાવતા હતા, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સમર્થકો તેને એક અનોખી કલા તરીકે જોતા હતા.

સવારે સ્ટેચ્યુ ગાયબ જોઈને લોકો આશ્ચર્યમાં મૂકાયા

શનિવારે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો અને મોર્નિંગ વોકર્સ સોલ્ટ લેક સ્ટેડિયમના વીવીઆઈપી (VVIP) ગેટ પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં વર્ષોથી લાગેલી આ વિશાળ મૂર્તિને(Mamata Banerjee) ગાયબ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તંત્ર દ્વારા રાતોરાત જેસીબી અને ક્રેનની મદદથી આ માળખું તોડી પાડીને ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ કલાાકૃતિ લાંબા સમયથી આ ઐતિહાસિક સ્ટેડિયમની ઓળખ બની ચૂકી હતી, પરંતુ પશ્ચિમ બંગાળના બદલાયેલા રાજકીય સમીકરણો અને સરકારના આ મોટા વહીવટી પગલાંથી રમત જગત અને સ્થાનિક વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.


આ પણ વાંચો : કોલકાતામાં ડોક્ટરોની 99 ટકા માંગણી સ્વીકારવા મમતા બેનરજી તૈયાર, છતાં વિરોધ યથાવત

આ પણ વાંચો : મમતા બેનરજી પોતે હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોને મળવા પહોંચ્યા

આ પણ વાંચો : બંગાળ બળશે તો યુપી-બિહાર-આસામ પણ સળગી જશેઃ આગ દિલ્હી પહોંચશે – મમતા બેનરજી