રોજકોટ,
રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓ મધરાતથી હડતાળ પર ઉતર્યા છે. જણાવી દઇએ કે રાજકોટની 1200 જેટલી બસના રૂટ રદ્દ કરવામાં આવશે. સૌરાષ્ટ્રની 10 હજારથી વધુ રૂટની બસો રદ્દ કરવામાં આવે છે.
જો કે ST નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા જેનાથી નિગમને 1 દિવસમાં કરોડોનું નુકશાન થઇ શકે છે અને હડતાળથી હજારો મુસાફરો રઝળી પડશે.
જો કે કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા છે. STના કર્મીઓનું 7મું પગારપંચ લાગુ કરવાની માંગ કરી છે અને ખાનગીકરણ અટકાવવાની પણ માંગ કરી છે. STના કર્મીની ખોટી બદલી અટકાવવાની પણ માંગ કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનના ૨૫૦૦થી વધુ એસ.ટી.કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. કર્મચારીઓ ડ્રાઇવર-કંડકટર-પટ્ટાવાળા, એડમિનિસટ્રેટીવ સ્ટાફ સહિત વર્કશોપના અન્ય તમામ કર્મચારીઓ મધરાતથી હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને તમામ વ્યવહાર ઠપ્પ થઇ ગયા છે.

તેમજ એસટી કર્મીની હડતાળને કારણે એસ.ટી. નિગમને કરોડોનું નુકશાન થશે. હડતાળને કારણે મુસાફરો અને ખાસ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડશે. ઉલ્લેખનીય છે કે એસ.ટી. કર્મીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

જામનગરમાં એસટી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ થયો. જામનગર મુખ્ય ડેપો ખાતે એસટી બસોના પૈડા થંભી ગયા. રાત્રિના 12 વાગ્યાથી તમામ એસટી બસોની અવર જવર બંધ કરી દેવાઈ.
જામનગર એસટી વિભાગની 284 બસો દોડતી બંધ થઈ. જામનગર એસટી વિભાગના ત્રણેય યુનિયનના 1300 કર્મચારીઓ જોડાયા. હડતાલ માટે જામનગર એસટી ડેપો ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સાતમાં પગારપંચ સહિતની માંગણીઓ પૂર્ણ કરાવવા કર્મચારીઓ એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા.
