Not Set/ પત્નીએ પુત્રીને પોલીયો ડ્રોપ પીવડાવાથી કર્યો ઇનકાર, પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સામે થઇ FIR

પાકિસ્તાના મોસ્ટ પોપ્યુલર એક્ટર ફવાદ ખાન કાનૂની મામલામાં ફસાઈ ગયા છે. પોલીસે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જણાવીએ કે ફવાદ ખાનની પત્નીએ તેમની પુત્રીને પોલિયો પીવડાવાનો ઇનકાર કર્યો હતો. જેના પછી લાહોર પોલીસે પોલીયો ટીમની લેખિત ફરિયાદ પર કાર્યવાહી કરતા ફવાદ ખાન સામે એફઆઈઆર દાખલ કરી હતી. પોલોયો ટીમ ફૈસલ ખાશહેર સ્થિત ફવાદના ઘરે […]

Top Stories Trending Entertainment

પાકિસ્તાના મોસ્ટ પોપ્યુલર એક્ટર ફવાદ ખાન કાનૂની મામલામાં ફસાઈ ગયા છે. પોલીસે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. જણાવીએ કે ફવાદ ખાનની પત્નીએ તેમની પુત્રીને પોલિયો પીવડાવાનો ઇનકાર કર્યો હતો. જેના પછી લાહોર પોલીસે પોલીયો ટીમની લેખિત ફરિયાદ પર કાર્યવાહી કરતા ફવાદ ખાન સામે એફઆઈઆર દાખલ કરી હતી.

Image result for fawad khan

પોલોયો ટીમ ફૈસલ ખાશહેર સ્થિત ફવાદના ઘરે તેમની પુત્રીને પોલિયોની દવા પીવડાવા ગઈ હતી. જોકે આ સમય દરમિયાન તેમની પત્નીએ આનો વિરોધ કર્યો. માત્ર એટલું જ નહીં, ફવાદ ખાનની પત્ની પર પોલીયો ટીમ સાથે અભદ્ર વર્તન કરવાનો પણ આરોપ છે. આપને જણાવી દઈએ કે ફવાદ ખાન પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માટે દુબઇમાં છે. ઘટના સમયે, તેઓ ઘરે હાજર નહોતો પરંતુ ઘરના વડા હોવાથી ફવાદ ખાન સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Related image

FIR ના અનુસાર, ફવાદ ખાનની પત્નીએ તેમની દીકરીને પોલીયો ડ્રોપ્સ આપવાનો ઇનકાર કર્યો. સાથે સાથે પોલિયો ટીમની ધમકી આપી અને તેમની સાથે ગેરવર્તન પણ કર્યું. તેમના ફેમિલી ડ્રાઈવરે પણ  પોલિયો ટીમ સાથે ખરાબ રીતે વર્તન કર્યું છે.

Image result for fawad khan

જીલ્લા અધિકારી મોહમ્મદ જામિલે કહ્યું હતું કે, “ખાનની પત્નીએ પુત્રીને પોલીયો ડ્રોપ્સ ન પીવડાવા માટેનું કોઈ ખાસ કારણ આપ્યું નથી. તે પોલિયોને ઇગ્નોર કરી રહી હતી અથવા રો સેલિબ્રિટી હોવાના કારણે પોલિયો કર્મચારીઓનો સમ્માન આપી રહી નહોતી. સેલિબ્રિટીના પરિવારનાનું આ વર્તન નિંદાપાત્ર છે. ”

Image result for fawad khan

આ દરમિયાન, પ્રધાનમંત્રીના પોલિયો ટાસ્કફોર્સના પ્રવક્તા બાબર બિન અતાએ ટ્વીટ કરી કહ્યું કે, “ફવાદ અમારા દેશની શાન છે. હું તેમને વિનંતી કરું છું કે તેઓ બાળકને રસી આપવા માટે ટીમને મંજૂરી આપે. ગયા સપ્તાહે લાહોરમાં પોલિઓનો કેસ સામે આવ્યો છે એટલે કે, અમે બાળકની સુરક્ષા કરવા માંગીએ છીએ.

Image result for fawad khan

જણાવીએ દઈએ કે પાકિસ્તાન વિશ્વના એ ત્રણ દેશોમાંનો એક છે જે પીલોયોની બીમારીથી પ્રભાવિત છે. પ્રથમ બે દેશ નાઇજિરિયા અને અફગાનિસ્તાન સામિલ છે. પોલીયોથી અપંગ થવું અથવા તો મૃત્યુની સંભાવના છે.