Vadodara News: વડોદરા (Vadodara) શહેરમાં આવેલ એમ.એસ. યુનિવર્સિટી (M.S. University)ની ઐતિહાસિક ઇમારત (Heritage Building) આર્ટ્સ ફેકલ્ટી (Arts Faculty)નું એશિયાના બીજા સૌથી મોટા ગુંબજ (Dome)નું નવીનીકરણ (Renovation) તેના અંતિમ તબક્કામાં છે. અહીં દરેક જૂની ઐતિહાસિક વસ્તુઓને ખૂબ જ મહેનતથી કુદરતી રંગો (Natural colours)થી રંગવામાં આવી રહી છે. અહીં બેલ્જિયમ (Belgium)થી આયાત (Import) કરાયેલ મોનોકોટ નેચરલ વુડ પ્રોટેક્ટર (Monocoat natural wood protector)નો ઉપયોગ ક્ષતિગ્રસ્ત લાકડાની વસ્તુઓ પર કરવામાં આવી રહ્યો છે. તેમજ બેલ્જિમ કાચ (Belgium glass)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક ઇમારત 1880માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ (Sayajirao Gaikwad) દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. રૂપિયા 8.30 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને 1881માં બરોડા કોલેજની શરૂઆત થઈ હતી. આજે 145 વર્ષ પછી પણ આ ઈમારત મજબૂત રહી છે. જોકે, સમય જતાં ગુંબજે (Dome) ચમક ગુમાવતા તેનું રિનોવેશન (Renovation) થઈ રહ્યું છે. ઈમારતને બહારથી અને અંદરથી ખરાબ થયેલ ભાગ, તેમજ શૌચાલયોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવીનીકરણ પછી આર્ટ્સ ફેકલ્ટીમાં તે સમયે જે બાથરૂમ અને પાણીની લાઇન હતી તે બધા દૂર કરવામાં આવ્યા છે. આ ઇમારતમાં એક પણ બાથરૂમ રાખવામાં આવશે નહીં. તેમજ બહારની દીવાલને વોટરપ્રૂફ (Waterproof) બનાવવામાં આવી છે. જો તમે ગ્લાસમાં પાણી ભરીને તેમાં રેડશો, તો પાણી ત્યાં રહેશે નહીં કે શોષાશે નહીં. અહીં વપરાતા લાકડાને સુરક્ષિત રાખવા માટે, મોનોકોટ નેચરલ વુડ પ્રોટેક્ટર બેલ્જિયમથી આયાત કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ ઈમારતનાં નવીનીકરણ કાર્યમાં કોઈ રસાયણો (Chemicals)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી, આ ઇમારતનું નવીનીકરણ સંપૂર્ણપણે કુદરતી રીતે કરવામાં આવી રહ્યું છે. ઈમારતનું રંગરોગાન કુદરતી રંગો વડે કરાઈ રહ્યું છે. ઇંટોનો રંગ અને સુંદરતા વર્ષો સુધી એકસરખી રહે તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. વિગતો અનુસાર ઇમારતનું રંગકામ અને લાકડાની જાળીઓનું પોલિશિંગ (Polishing) સહિતનું સમગ્ર નવીનીકરણ આગામી ત્રણ મહિના સુધીમાં પૂર્ણ થશે. આર્ટ્સ ફેકલ્ટીના મકાનની દીવાલો પર રસાયણોને બદલે ગોળ, ગૂગળ, મેથી, અડદ અને ઘઉંના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

કુદરતી રંગો (Natural colours)ની આયાત રાજસ્થાન (Rajasthan)થી કરવામાં આવી છે. ભવિષ્યમાં ઐતિહાસિક વારસાને કોઈ નુકસાન ન થાય તે માટે બેલ્જિયમની ખાસ પોલિશનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ગુંબજની ડિઝાઇન કમળ (Lotus)થી પ્રેરિત છે. આ ડિઝાઇન કમળની કળી ખીલે તે રીતે બનાવવામાં આવી છે. આ ડિઝાઇનમાં 8 ખૂણા છે. ઈન્ટરનલ પેટર્નની ગોળાકાર ડિઝાઇનમાં મુખ્ય વર્તુળની આસપાસ 8 વર્તુળો પણ બનાવવામાં આવ્યા છે. ઇન્ડો-આર્સેનિક શૈલી (Indo-Saracenic style)માં બનેલ, અંદરની દીવાલોને ટેમ્પેરા ટેકનિક (Tempera technique)નો ઉપયોગ કરીને રંગવામાં આવ્યો છે.

આ ગુંબજની ખાસિયત શું છે?
આર્ટ્સ ફેકલ્ટીમાં 80 હજાર ચોરસ ફૂટ દીવાલોને વોટરપ્રૂફ (Waterproof) કરવામાં આવી છે, રસાયણોના બદલે ધાન્ય જેવા કે, ગોળ, મેથી, અડદ, ગૂગળ, ઘઉંનો ઉપયોગ કરાયો છે, બેલ્જિયમ ટાઈલ્સ, કાચ, મોનોકોટ નેચરલ વુડ પ્રોટેક્ટર વગેરેની આયાત કરવામાં આવી છે. વિશાળ ગુંબજ (Dome)ના રિનોવેશન માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રધેશના 80થી વધુ કારીગરો દિવસ-રાત કામગીરી કરી રહ્યાં છે. વરસાદથી દીવાલ ખરાબ ન થાય કે ઉધઈ ન લાગે તે માટે મોનોકોટ નેચરલ વુડ પ્રોટેક્ટરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં, કુદરતી રંગરોગાન કરવા રાજસ્થાનના મકરાણા (Makrana)થી રંગ મંગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની મોટી દલીલ,કેન્દ્રીય ગુંબજની નીચે જ્યોતિર્લિંગ
આ પણ વાંચો:M.S. યુનિવર્સિટીના બોય્ઝ હોસ્ટેલમાં વોશરૂમમાં દરવાજા નહીં, મૂળભૂત સુવિધાથી વંચિત વિદ્યાર્થીઓ
આ પણ વાંચો:વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી, સરદાર બાગમાં ચંદન ચોરોનો આતંક
