Vadodara News: એમ.એસ. યુનિવર્સિટી(M.S. University)માં બહાથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને હોસ્ટેલ(Hostel)માં રહી પોતાની કારકિર્દી બનાવે છે. છોકરાઓના છાત્રાલયમાં (બોય્સ હોસ્ટેલ) સરદાર પટેલ હોલના વિદ્યાર્થીઓને છેલ્લા છ મહિનાથી મૂળભૂત સુવિધાઓ મળી રહી નથી. છાત્રાલયના શૌચાલયોમાં દરવાજા નથી અને બાથરૂમમાં દરવાજા બંધ કરવા માટે સ્ટોપર પણ નથી. જેના કારણે વિદ્યાર્થીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સંદર્ભમાં, ABVP એ ચીફ વોર્ડનને એક આવેદનપત્ર પાઠવ્યું છે તેમજ શક્ય તેટલી વહેલી તકે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા વિનંતી કરી છે. ABVPના વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે છોકરાઓ હોસ્ટેલ(Boys Hostel)ના સરદાર પટેલ હોલમાં રહેતા વિદ્યાર્થીઓને દરરોજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં તેઓ મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત છે. અહીં રહેતા વિદ્યાર્થીઓ નહાવા જાય તો દરવાજા પર કોઈ સ્ટોપર નથી, જેના કારણે તેમને નહાતી વખતે અન્યનો સહારો લેવો પડે છે.

આ ઉપરાંત, પૂર આવ્યા બાદ બાથરૂમની ટાઇલ્સ ઉખડી ગઈ હોવાથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 6 મહિનાથી, વિદ્યાર્થીઓને સ્ટોપર અને દરવાજા વિના શૌચાલયમાં જવા અને સ્નાન કરવાની ફરજ પડી રહી છે. નોંધનીય છે કે પી.જી.ના મોંઘા ભાડાને કારણે તેઓ સારી સુવિધાઓ મેળવવા માટે હોસ્ટેલ પસંદ કરે છે અને બીજી તરફ તેમના શૌચાલય ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળે છે. તેમની પાસે 24 કલાક વાઇફાઇ પણ નથી. તેથી અમે ABVP સંગઠનના વિદ્યાર્થીઓને મળ્યા અને ચીફ વોર્ડનની ઑફિસમાં બેઠા જ્યાં સુધી તેમણે આ બધી સમસ્યાઓના ઉકેલની ખાતરી ન આપી.
આ પણ વાંચો:વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષામાં ગેરરીતિ, ABVPના બે જૂથો વચ્ચે લડાઈ
આ પણ વાંચો:ગુજરાત કોલેજે M.SC અને MA ના કોર્સ બંધ કરતાં ABVPએ મોરચો માંડ્યો
આ પણ વાંચો:IIT BHUની વિદ્યાર્થીની છેડતીના વિરોધમાં ABVPનું પણ સમર્થન

