Ahmedabad News/ ગુજરાત કોલેજે M.SC અને MA ના કોર્સ બંધ કરતાં ABVPએ મોરચો માંડ્યો

હાલ માંજ ગુજરાત ની નામાંકિત કોલેજ ગુજરાત કોલેજ,એલિસબ્રિજ ખાતે ખૂબજ મહત્વ પૂર્ણ કોર્સે જેવા કે M.sc અને MA ની સરકારી તેમજ HPP  સીટો રદ કરવાંનો કારસો રચવામાં આવ્યો હતો.

Gujarat Ahmedabad
Beginners guide to 12 1 ગુજરાત કોલેજે M.SC અને MA ના કોર્સ બંધ કરતાં ABVPએ મોરચો માંડ્યો

Ahmedabad News: હાલ માંજ ગુજરાતની નામાંકિત કોલેજ ગુજરાત કોલેજ,એલિસબ્રિજ ખાતે ખૂબજ મહત્વ પૂર્ણ કોર્સે જેવા કે M.sc અને MA ની સરકારી તેમજ HPP  સીટો રદ કરવાંનો કારસો રચવામાં આવ્યો હતો. સરકારી કોર્સે ની સીટ પર વિદ્યાર્થી ફકત 2000 માં M.sc  માં તથા MA માં વિદ્યાર્થીનીઓ ટ્યૂશન ફી વગર અભ્યાસ કરી શકતી હતી પરંતુ આ સીટો રદ થવાના કારણે લગભગ 350 જેટલા વિદ્યાર્થી ઓ સરકારી શિક્ષણ નો લાભ થી વંચિત રહી જાત.

વિદ્યાર્થી હિત ને ધ્યાનમાં રાખીને સાડા ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય અને તેમના શિક્ષણનો અધિકાર જળવાઈ રહે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને યુનિવર્સિટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આ તમામ જે સીટો છે તેને અન્ય સરકારી જગ્યાએ ફાળવીને વંચિત વિદ્યાર્થીઓને સમાવી લેવામાં આવશે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહાનગર મંત્રી ભરત પ્રજાપતિ જણાવે છે કે, ” છેલ્લા ઘણા સમયથી સરકારી સીટો ઘટાડવાનું અને સેલ્ફ ફાઇનાન્સ  કોર્સોમાં તથા પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં મોટા પાયે કેવી રીતે ફાયદો થાય તેવો કારસો શિક્ષણ જગતમાં ચાલી રહ્યો છે, આ સરકારી સીટો હાલમાં જ ગુજરાત કોલેજમાં પણ રદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં આ વિષય આવ્યો અને તેના પર તાત્કાલિક પ્રતિક્રિયા વિરોધ પ્રદર્શન દ્વારા કરવામાં આવી વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને 350 જેટલા વિદ્યાર્થીઓને ન્યાય મળે અને સરકારી શિક્ષણ સેવાનો તે બહોળો લાભ લઇ શકે તે માટે વિદ્યાર્થી પરિષદે ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરી અને વિદ્યાર્થી પરિષદને સફળતા પણ મળી છે જેમાં યુનિવર્સિટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે જ્યાં સુધી ગુજરાત કોલેજમાં નવા ભવન નું નિર્માણ થાય ત્યાં સુધી તે સરકારી સીટોને અન્ય કોલેજોમાં ફાળવવામાં આવશે.

ગઈકાલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં TET -TAT ના ઉમેદવારો દ્વારા કાયમી ભરતીની માંગ સાથે શાંતિપૂર્વક આંદોલન કરી પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. રાજ્યની ઘણી સરકારી શાળામાં ખાલી પડેલી જગ્યાઓ પર કાયમી ભરતી થાય એ પ્રાથમિક શિક્ષણ ની ગુણવત્તા સુધારવા ખુબ જ આવશ્યક છે.

પોતાના પ્રશ્નના નિરાકરણ હેતુ લોકશાહીની ઢબે શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહેલ TET-TATના ઉમેદવારો સાથે ગઈકાલે રાજ્યના પાટનગરમાં થયેલ અમાનવીય વ્યવહાર ખુબ જ નિંદનીય છે. જીવંત લોકશાહીમાં આંદોલન કરવાનો અધિકાર સૌ કોઈને હોઈ છે, ત્યારે ગઈકાલે થયેલ ઘટના ખુબ જ ચિંતાજનક છે, અભાવિપ ગુજરાત સરકારને પણ આગામી સમયમાં આ પ્રકારની ઘટના ના ઘટે તે હેતુ પગલાં લેવા આગ્રહ કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો

આ પણ વાંચો: સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ

આ પણ વાંચો: ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ