Surat Case/ સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ

અજાણ્યા શખ્સોની ચાલતી શોધ, FSL ઘટનાસ્થળે પહોંચી

Top Stories Gujarat Surat

Surat News : પાલ વિસ્તારમાં આવેલા માણીભદ્ર રેસીડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે, જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પાવાગઢમાં ખંડિત મૂર્તિનો વિવાદ શમ્યો નથી ત્યાં આ બનાવ બનતા ચકચાર મચી છે.

આ વિસ્તારમાં માણીભદ્ર રેસીડેન્સીની આજુબાજુ ઘણા  જૈન દેરાસરો પણ આવેલા છે અને અહીં મોટાભાગે જૈન લોકો જ વસવાટ કરે છે ત્યારે આ પ્રકારે પશુનું માથુ કાપીને ફેંકવાની ઘટનાએ ફરી જૈન સમાજની લાગણી દુભાઈ છે. આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેના દ્વારા રેસીડેન્સીની બહાર પશુનું માથું ફેકાયા હોવાની જાણ રેસિડેન્સીના લોકોને થઈ હતી. તમામ લોકો તુરંત જ બહાર દોડી આવ્યા હતા તેમજ આસપાસના જૈન દેરાસરના મહારાજ સાહેબ પણ આવી પહોંચ્યા હતા. આ ઘટનાથી જૈન સમાજ ફરી રોષે ભરાયો છે અને આ કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં લોકોનો ટોળું એકત્રિત થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પશુની હાલત જોઈને મહારાજ સાહેબ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય ક્યારેય પણ સાંખી લેવામાં આવશે નહીં. ગૌ માતાએ આપણી નહીં પરંતુ, જીવ માત્રની માતા છે. તેમની સાથે કરેલા આ કૃત્યને કારણે અમારી લાગણી દુભાય છે. આ પ્રકારના કામ કરનારાઓ સામે સખ્તાઈપૂર્વક પગલાં લેવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા

આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ