ધનસુરા
અરવલ્લી જીલ્લાના ધનસુરામાં ચોરીની ઘટના સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.દિવાળીના તહેવારોમાં ધનસુરામાં પોલિસને થાપ આપીને ચોરો હાથફેરો કરી ગયા હતા.છેલ્લા ઘણા સમયથી તસ્કરો પોલીસને હાથ તાળી આપી એક મોટો પડકાર આપતા હોય તેવું લાગી રહ્યું છે.ધનસુરામાં આવેલી એન કે એન્જીનીયરીંગ નામની ક્રસર બનાવવાની કંપનીમાં તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો અને ૧૨ લાખના મુદ્દામાલની ચોરી કરી જતાં પોલીસની આબરૂના લીરે લીરા ઉડાડી નાખ્યા હતા.તસ્કરો ટોગલ પીન , ટોગલ સીટ , વિલ બુથ , સહીત બ્રોન્જ મેટલની સામગ્રી તેમજ ૧૭૫ મીટર વેલ્ડીંગ વાયર , બેરીંગની ચોરી કરી ગયા હતા.જોકે કંપનીમાં સી .સી.ટીવી લગાવેલા હોવાથી સમગ્ર ઘટના સી સી ટીવી માં કેદ થઈ છે.જેના કારણે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે..
