Surat News/ સુરતમાં નેશનલ હાઈવે-56 બાયપાસનો વિરોધ ઉગ્ર, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સુરત જિલ્લાના સથવાવ વિસ્તારમાં નેશનલ હાઈવે-56 બાયપાસની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ (Surat Farmers Protest) ઉગ્ર બન્યો છે. રજૂઆત કરવા જતા આગેવાનોને અટકાવવામાં આવતા ખેડૂતો હાઈવે પર ઉતરી આવ્યા અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. a

Top Stories Gujarat Surat Breaking News
Surat Farmers Protest:NH-56 બાયપાસ સામે ખેડૂતો રસ્તા પર

Surat News: સુરત જિલ્લાના સથવાવ વિસ્તારમાં નેશનલ હાઈવે-56 બાયપાસની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જમીન અને વળતર મુદ્દે વિરોધ (Surat Farmers Protest) પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના આંદોલનમાં અનેક આગેવાનો પણ જોડાયા હતા. માજી ધારાસભ્ય આનંદ ચૌધરી અને અખિલ ચૌધરી સહિતના નેતાઓ ખેડૂતોને સમર્થન આપવા પહોંચ્યા હતા.ખેડૂતો સાંસદ સમક્ષ પોતાની રજૂઆત કરવા માંગતા હતા.

આશ્રમ નજીક પોલીસે બેરિકેડિંગ કર્યું

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આશ્રમ નજીક બેરિકેડ મૂકી લોકોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા.પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસે કેટલાક આગેવાનોને ડિટેન કર્યા હતા.આ કાર્યવાહી બાદ ખેડૂતો અને સમર્થકોમાં વધુ રોષ ફેલાયો હતો.

Surat Farmers Protest: હાઈવે પર જામ અને ઘર્ષણ

અટકાયત બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતો હાઈવે પર ઉતરી આવ્યા અને રસ્તા પર જામ સર્જાયો હતો. સ્થળ પર ખેડૂતો (Surat Farmers Protest) અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.


આ પણ વાંચો:ખેડૂતોના પ્રશ્નઃ જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપના જૂથ સામસામે

આ પણ વાંચો:ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો:કલેક્ટરને 8 ગામના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર : પાક નુકસાનીનું વળતર અને સંપૂર્ણ દેવા માફીની માગ