Not Set/ ચમત્કાર! 20 મિનિટ સુધી મૃત અવસ્થામાં રહેલો યુવક અચાનક થયો જીવંત, મૃત અવસ્થામાં ક્યા હતો જણાવ્યો પોતાનો અનુભવ

દુનિયામાં ક્યારેક એવા કિસ્સાઓ સાંભળવા મળી જાય છે કે જેને માનવુ આપણા માટે થોડુ મુશ્કિલ બની જાય છે. જેને લોકો ચમત્કારનું નામ આપતા હોય છે. કઇક આવો જ ચમત્કાર મિશિગરનમાં બન્યો હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યા એક યુવક મરી ગયા બાદ જીવતો થયો હતો. જો કે આ વાતને માનવી થોડી મુશ્કિલ છે પરંતુ આ […]

Top Stories

દુનિયામાં ક્યારેક એવા કિસ્સાઓ સાંભળવા મળી જાય છે કે જેને માનવુ આપણા માટે થોડુ મુશ્કિલ બની જાય છે. જેને લોકો ચમત્કારનું નામ આપતા હોય છે. કઇક આવો જ ચમત્કાર મિશિગરનમાં બન્યો હોવાનું સામે આવી રહ્યુ છે. જ્યા એક યુવક મરી ગયા બાદ જીવતો થયો હતો. જો કે આ વાતને માનવી થોડી મુશ્કિલ છે પરંતુ આ સાચી ઘટના છે. 20 વર્ષીય એક યુવકે મોતને પણ માત આપી દીધી છે.

મીડિયા રિપોર્ટની માનીએ તો, માઇકલ ફ્રુઇટ નામનો યુવક પોતાના પરિવારની સાથે ટેલરમાં રહેતો હતો. લિવોનિયામાં તે પોતાના સાવકા પિતાની સાથે કામ કરી રહ્યા હતો. તે દરમિયાન તેને વિજળીનો કરંટ લાગી ગયો હતો. કરંટ લાગવાનાં કારણે તેનો શ્વાસ બંધ થઇ ગયો હતો. લગભગ 20 મિનિટ સુધી ફ્રુઇટનો શ્વાસ બંધ રહ્યો. પરંતુ ડૉક્ટરોની ટીમે તેને વિજળીનો ઝાટકો આપી ફરી જીવતો કરી દીધો. જીવતા થયા બાદ ફ્રુઇટે કહ્યુ કે, મને ધાતુની સીડી લઇ જતી હોય તે યાદ છે, પરંતુ તે પછી શું થયુ તે યાદ નથી.

જે હોસ્પિટલમાં ફ્રુઇટને મોતનાં મોંઢાથી બહાર કાઢવામાં આવ્યો તે હોસ્પિટલનાં ડૉક્ટરે કહ્યુ કે, ફ્રુઇટને જ્યારે લાવવામાં આવ્યો ત્યારે કોઇ એવો સંકેત મળી રહ્યો નહોતો કે જેથી એવુ લાગે કે તે જીવતો છે. પછી મે મારી ટીમને કહ્યુ કે અમે તેને જીવતો કરી દઇશું.

વળી એક અન્ય હોસ્પિટલ સ્ટાફે કહ્યુ કે, પુનર્જીવીત થયા પહેલા ફ્રુઇટ 20 મિનિટ માટે મરી ચુક્યો હતો. તેનુ પાછુ આવવું એક ચમત્કાર છે. કારણ કે મગજની કોશિકાઓને પાંચ મિનિટ ઓક્સિજન નહી મળતા તે મરવાનું શરૂ કરી દે છે. પરંતુ ફ્રુઇટનાં કેસમાં આવુ ન થયુ, કારણ કે ફ્રુઇટનાં મસ્તિષ્કએ કોઇ પણ ફંક્શનને ગુમાવ્યુ નહોતુ જેના કારણે તેને સીપીઆર આપીને પાછો લાવવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં આવી અગણિત ઘટનાઓ બનતી હોય છે કે જેને એકવાર સાંભળીને આપણે તેના પર વિશ્વાસ કરી શકતા નથી. તેવી જ રીતે ટાઇમ ટ્રાવેલર્સની ઘટનાઓ પણ દુનિયામાં ઘણી જગ્યાએ સાંભળવામાં આવી છે પરંતુ તેમા કેટલી ખરાઇ છે તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.