Not Set/ રાજસ્થાન : અજમેર દરગાહ આવનારને કરણી સેનાએ આપી ધમકી, જાણો શું કહ્યુ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી વિરુદ્ધ રવિવારે સાંજે અજમેરમાં દરગાહ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. ગોગામેડી પર દરગાહે કમેટી નાજિમએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી બે સમુદાયની વચ્ચે સાંપ્રદાયિક સદભાવના બગાડવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ મુજબ દરગાહ કમેટીનાં નાજિમ […]

Top Stories India

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી વિરુદ્ધ રવિવારે સાંજે અજમેરમાં દરગાહ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. ગોગામેડી પર દરગાહે કમેટી નાજિમએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી બે સમુદાયની વચ્ચે સાંપ્રદાયિક સદભાવના બગાડવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસ મુજબ દરગાહ કમેટીનાં નાજિમ શકીલ અહમદએ ફરિયાદ આપી કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો જેમા અજમેર દરગાહ આવનાર જાયરીનને ધમકી આપી છે. જેના કારણે બે સમુદાયમાં સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો કેસ દાખલ કર્યો છે. પોલીસ મામલાની તપાસમાં લાગી ગઇ છે.

ગોગામેડીએ વાયરલ વીડિયોમાં કહ્યુ હતુ કે, અમરનાથ યાત્રા શરૂ થવાની છે. જો ત્યા કોઇ પણ આતંકવાદી ગતિવિધિ થઇ, હિન્દુઓને નુકસાન પહોચાડવામાં આવ્યા તો રાજસ્થાનમાં અજમેરની દરગાહે આવનાર જાયરીન પોતાને સુરક્ષિત ન સમજે. અહી પણ કરણી સેના હાથ પર હાથ રાખીને ચુપ નહી બેશે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો બાદ પોલીસે ફરિયાદ પર કેસ દાખલ કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.