Surat News/ મજૂરા વિધાનસભા પરિવાર દ્વારા પાર્લે પોઈન્ટ- SVNIT સર્કલ- પીપલોદના કારગીલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ

૨૨ એપ્રિલના પહેલગામ આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ૨૨ મિનિટમાં લીધો

Gujarat Surat

Surat News : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા મજૂરા વિધાનસભા પરિવાર દ્વારા પાર્લે પોઈન્ટ(રિચી રિચ હોટેલ)- SVNIT સર્કલ- પીપલોદના કારગીલ ચોક સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રા શંખનાદ, ‘ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ’ ના વિજયઘોષથી ગુંજી ઉઠી હતી.

ભારતીય સેનાએ મા ભારતીને તથા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા આ તિરંગા યાત્રામાં જોડાયેલા રાષ્ટ્રવાદી પુરૂષો, મહિલાઓ, પૂર્વ સૈનિકોએ ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું. યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી.આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્યના દર્શન કરાવ્યા છે અને પહલગામ આંતકી હુમલાનો વટભેર બદલો લીધો છે.

૨૨ એપ્રિલના આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ માત્ર ૨૨ મિનિટમાં લીધો હતો. ઈંટનો જવાબ પથ્થરથી આપનાર ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘરમાં ઘુસીને સેંકડો આતંકવાદીઓનનો ખાત્મો કર્યો છે.તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંરક્ષણ બજેટમાં માતબર વધારો કરી દેશવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. સેનાને આધુનિક ડિફેન્સ સિસ્ટમ, હાઈટેક હથિયારોથી સજ્જ કરી છે. આ વર્તમાન નવા ભારતમાં દેશ પર કોઈ આંખ ઊંચી કરે તે સાંખી લેવામાં આવતું નથી એ ઓપરેશન સિંદૂરે સાબિત કર્યું છે.

ભારતીય નારીઓના સિંદૂર ઉજાડનાર પાકિસ્તાનને ગોળીનો જવાબ ગોળાથી મળ્યો છે એમ જણાવી બહેનોના માથેથી સિંદૂર ઉજાડનાર આતંકીઓના બર્બર કૃત્યનો બદલો લેવાનું વડાપ્રધાનએ દેશને આપેલુ વચન ભારતીય સેનાએ શૌર્ય અને વીરતા સાથે પૂર્ણ કર્યું છે એનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.ગૃહમંત્રીએ ઉપસ્થિત સૌને દરરોજ પોતાના ઈષ્ટદેવના સ્મરણ, પૂજા પ્રાર્થના સમયે વીર સૈનિકોની રક્ષા કરવા અને દુશ્મનોનો ખાત્મો કરવા માટે સેનાને અપાર શક્તિ પ્રદાન કરે એવું આહ્વાન કર્યું હતું.

યાત્રામાં લાલ સાડી ધારણ કરી મહિલાઓએ પરસ્પર સેંથામાં સિંદૂર પૂરી ઓપરેશન સિંદૂરના શૌર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ સહિત સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, વોર્ડના સભ્યો, સંગઠન કાર્યકર્તાઓ અને દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર

આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ

આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત