કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે તમામ તહેવારોની રોનક જતી રહી છે, ત્યારે નવરાત્રીમાં ગરબા રમવા પર પણ સરકારે પ્રતિબંધ મુક્યો છે. ત્યારબાદ હવે સરકારે દશેરા પર જાહેરમાં ફાફડા અને જલેબી ખાવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
કોરોના વાયરસના સંકટમાં સરકારના આદેશ બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એક સુચના આપી છે અને મીઠાઇ અને ફરસાણ એસોસિએશનને ગાઇડલાઇનનું પાલન કરવા સુચના આપી છે. જેમાં જાહેરમાં ફાફડા અને જલેબી ખાવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
સરકાર દ્વારા આ સંકટના સમયમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને લોકોને સાવચેતી રાખવા દુકાનો પર થતી ભીડને રોકવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરાવવા આ નિર્ણય લેવાયો છે. ટેક અને સિસ્ટમ પર ભાર મૂકાશે.
બીજી તરફ સરકારના આ નિર્ણયથી લોકો મુંઝવણમાં મૂકાયા છે અને વેપારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે,કારણ કે સરકારના આ નિર્ણયથી ફરસાણ ના દુકાનદારોને આ વખતે ધંધો અડધો થઇ જવાની બીક સતાવવા લાગી છે.
આપને જણાવી દઈએ કે, દશેરા પર રાજ્યમાં ફરસાણ અંદાજે 400થી 500 કરોડના ફાફડા-જલેબી અને ચોળાફળીનો વેપાર છે, ત્યારબાદ સરકારના આ નિર્ણયથી અને આર્થિક તંગીને કારણે ધંધો 200 કરોડની આસપાસ રહેવાની આશંકા છે.
