BZ GROUP Scam/ ગુજરાતમાં CIDના દરોડા પડતા રાજસ્થાનમાં પણ BZની ઓફિસે વાગ્યા તાળા

BZ ગ્રુપમાં ઉત્તર ગુજરાતમાં સીઆઇડીના દરોડા પડતા રાજસ્થાનમાં પણ તેની ઓફિસને તાળા વાગી ગયા છે. રાજસ્થાનમાં ડુંગરપુરમાં આવેલી BZ ગ્રુપની ઓફિસે તાળા વાગેલા જોવા મળ્યા છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: BZ ગ્રુપમાં ઉત્તર ગુજરાતમાં સીઆઇડીના દરોડા પડતા રાજસ્થાનમાં પણ તેની ઓફિસને તાળા વાગી ગયા છે. રાજસ્થાનમાં ડુંગરપુરમાં આવેલી BZ ગ્રુપની ઓફિસે તાળા વાગેલા જોવા મળ્યા છે. મંતવ્ય ન્યૂઝની ટીમ રાજસ્થાન પહોંચી છે.

રાજસ્થાનમાં ડુંગરપુર ઓફિસ પર BZનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું હતું. રણાસણ ઓફિસની ટપાલના દસ્તાવેજ મળ્યા હતા. ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ ગ્રુપની ઓફિસ મળી આવતા હવે આ કૌભાંડ આંતરરાજ્ય હોવાની પૂરેપૂરી સંભાવના છે. ગુજરાતમાં દરોડા પછી રાજસ્થાનમાં પણ ગ્રુપની ઓફિસ બંધ થઈ ગઈ છે.

BZ ફાયનાન્સિયલ સર્વિસના નામે 6000 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં CID ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ સાથે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજિસ્ટ્રાર કચેરીઓ પાસેથી માહિતી મંગાવી છે, જેથી એ જાણી શકાય કે ભૂપેન્દ્ર સિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સંબંધીઓ અને વિશ્વાસુઓના નામે મિલકતોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. લોકો આ સિવાય અન્ય 100થી વધુ પીડિતોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી વિશે માહિતી આપી છે.

બીઝેડ અને ભૂપેન્દ્ર સિંહની નજીકના લોકોના નામે કરેલા રોકાણોની માહિતી મેળવવા માટે 33 જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ તપાસ કરવામાં આવશે. પોલીસ તબક્કાવાર બહાર આવેલી માહિતીના આધારે આ મિલકતો જપ્ત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોડાસાના લીંભોઇ ગામમાં ભૂપેન્દ્રસિંહે રૂ.3 કરોડનું ફાર્મહાઉસ બનાવ્યું હતું.

આ ઉપરાંત મોડાસાના સાંકરિયા ગામમાં ભૂપેન્દ્રસિંહે પોતાના નામે 13485 ચોરસ મીટર જમીન ખરીદી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. આ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં BZ ફાયનાન્સિયલ સર્વિસના નામે ઓફિસો ખોલી રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી છે. 6,000 કરોડના કૌભાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઈમે અલગ-અલગ મુદ્દાઓ અલગ કરીને અલગ-અલગ ટીમો બનાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભુપેન્દ્રસિંહ ઝાલા નીકળ્યો ગજબનો ખેલાડી, ક્રિપ્ટોમાં કરોડોનું રોકાણ

આ પણ વાંચો: 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા થયા ‘ગુમ’

આ પણ વાંચો: ભૂપેન્દ્રનું વધુ એક કૌભાંડઃ ગ્રોમોરમાં ટ્રસ્ટી બનવા માટે 81.50 કરોડની ડીલ, પરંતુ પહેલો હપ્તો ચૂકવ્યા બાદ હાથ અદ્ધર