Surendranagar News/ પાટડીના બજાણા-માલવણ માર્ગ પર રેલવે ફાટક પાસે ટ્રક ફસાયો, ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અટવાઈ

Traffic Jam: પાટડી પંથકમાં રેલવે ફાટક પાસે ટ્રક ફસાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે એમ્બ્યુલન્સ અટવાઈ.

Gujarat Others Breaking News
traffic jam

Surendranagar News:પાટડી પંથકમાં બજાણાથી માલવણ તરફના માર્ગ પરના રેલવે ફાટક પાસે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો છે. પ્રાથમિક વિગતો મુજબ, કન્ટેનરની ઊંચાઈ RTO ના નિયમ કરતાં વધુ હોવાથી ટ્રક ફાટક પાસે અટવાયો હોવાનું અનુમાન છે. બનાવને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.

Traffic Jam: એમ્બ્યુલન્સ અટવાતા ચિંતા

આ જામ દરમિયાન દર્દી સાથેની એક એમ્બ્યુલન્સ (Ambulance) પણ ફસાઈ જતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી અને આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કરાવવા પ્રયાસો શરૂ કર્યા હતા.

લાંબા સમય સુધી વાહનચાલકો હેરાન

ટ્રક (Truck) ફસાયેલો રહેતા લાંબો સમય જામની સ્થિતિ રહી, જેથી વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકી પડી. ટ્રકને હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે, જેથી અવરજવર સામાન્ય બને અને અટવાયેલા વાહનો તથા એમ્બ્યુલન્સને આગળ વધવાનો માર્ગ મળે.


આ પણ વાંચો: પાટડીમાં SMCના દરોડા બાદ PSI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ
આ પણ વાંચો: પાટડીમાં ખારાઘોડા પંચાયતની ગ્રામસભામાં મહિલા તલાટીની હાજરીમાં સરપંચે અપશબ્દો ઉચ્ચાર્યા
આ પણ વાંચો: પાટડી ખાતે ફીઝીયોથેરાપી સેન્ટર પર તાળા, દર્દીઓ ખાનગી સેન્ટરમાં સારવાર લેવા મજબૂર