Bhavnagar News/ ‘સફેદ કપડા તમારા માટે પહેર્યા છે, ભૂતકાળમાં કાળા કપડા પહેરીને ફર્યો છું’ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન

ભાવનગર ગ્રામ્યના સ્નેહમિલનમાં મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી (Parsottam Solanki)એ આગવા અંદાજમાં વિરોધીઓને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તલવારો અમસ્તી રાખી નથી અને ભૂતકાળમાં કાળા કપડા પહેરીને પણ ફર્યો છું.

Gujarat Top Stories Others Breaking News
Parsottam Solanki

Bhavnagar News: ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી (Parsottam Solanki)ના નિવેદનથી રાજકીય ચર્ચા જાગી છે. યોજાયેલા સ્નેહમિલનમાં તેમણે આગવા અંદાજમાં વિરોધીઓને જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભેટમાં મળતી તલવારો અમસ્તી રાખી નથી અને જરૂર પડ્યે તેનો ઉપયોગ પણ કરે છે.

Parsottam Solanki : કોળી સમાજના મુખ્યમંત્રીની માંગ વચ્ચે કાર્યક્રમ

parsottam solanki
parsottam-solanki-bhavnagar-snehamilan-sword

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક (Pabubha Manek)એ ‘કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ’ એવું નિવેદન આપ્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ ચર્ચા વચ્ચે સોલંકીનું નિવેદન સામે આવ્યું છે.

“જેને સમજવું હોય તે સમજી લે”

સ્નેહમિલન કાર્યક્રમ (Snehamilan Programme)માં કાર્યકર્તાઓને સંબોધતા સોલંકીએ કહ્યું કે ભગવાને તેમને ઘણું આપ્યું છે અને તેઓ પૈસા કમાવવા આવ્યા નથી. કાર્યક્રમોમાં કેટલાક લોકો તેમને તલવાર ભેટ આપે છે, તે અંગે તેમણે કહ્યું કે “આ તલવારો એમને એમ નથી રાખી, જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું, જેને સમજવું હોય તે સમજી લે.”

“વચનો નહીં, કામ કરું છું”

કોળી સમાજ (Koli Samaj)ના દિગ્ગજ નેતા સોલંકીએ કહ્યું કે તેઓ ખાલી વાતો નથી કરતા, કામ કરીને બતાવે છે. તેમણે કહ્યું કે 30 વર્ષ સુધી મંત્રી બનાવજો એવું તેમણે કોઈને કહ્યું નથી અને મંત્રી ન બનાવે તો તેઓ પોતાના વતનમાં પાછા જતા રહેશે.

“ભૂતકાળમાં કાળા કપડા પહેરીને ફર્યો છું”

ભાવનગર ગ્રામ્ય (Bhavnagar Rural) વિધાનસભાના કાર્યકર્તાઓ સમક્ષ સોલંકીએ કહ્યું કે તેઓ સફેદ કપડા કાર્યકર્તાઓ માટે પહેરે છે અને ભૂતકાળમાં કાળા કપડા પહેરીને પણ ફર્યા છે. તેમણે દાવો કર્યો કે તેમણે કોઈના પૈસા ખાધા નથી અને ભૂતકાળમાં મુંબઈમાં તેમના પર 32 કેસ હતા. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે કોઈને તકલીફ પડે તો આવી જજો, કોઈને ખબર પણ નહીં પડે અને કામ થઈ જશે.


આ પણ વાંચો: સિમર સમૂહ લગ્નમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું ‘ધોકા’ નિવેદન ચર્ચાનો વિષય

આ પણ વાંચો: કમોસમી વરસાદને લઈને પરસોત્તમ સોલંકીની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક : વરસાદથી થયેલા નુકસાન અંગે ચર્ચા કરી

આ પણ વાંચો: પરસોત્તમ સોલંકીને નવી કેબિનેટમાં પણ સ્થાન મળ્યું, સીએમે પોતે જ ફોન કર્યો