કેન્દ્ર સરકારે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલની આયાત પર મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે 20 લાખ મેટ્રિક ટન તેલની શૂન્ય દરે કસ્ટમ ડ્યુટી, કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસની આયાત કરવાની મંજૂરી આપી છે. એટલે કે 20 લાખ મેટ્રિક ટન તેલની આયાત પર આ ટેક્સ લાગશે નહીં.
Central Government allows import of a quantity of 20 lakh MT each of Crude Soyabean oil and Crude Sunflower seed oil, per year after the 31st day of March 2024, at nil rate of customs duty and Agricultural Infrastructure and Development Cess. pic.twitter.com/aSTuHenVqf
— ANI (@ANI) May 24, 2022
આ નિયમ 31 માર્ચ 2024 પછી દરેક વર્ષ માટે લાગુ થશે. જો સરળ ભાષામાં સમજીએ તો દર વર્ષે 20 લાખ મેટ્રિક ટન તેલની આયાત પર કોઈ ટેક્સ નહીં લાગે. જો કે, સરકારના નિર્ણયથી સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવમાં ઘટાડો થશે. જોકે આ રાહત માટે લાંબો સમય રાહ જોવી પડશે. નોંધનીય છે કે આ તેલનો ઉપયોગ રસોઈ સિવાય અન્ય ઘણા હેતુઓ માટે પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારત 60 ટકાથી વધુ ખાદ્ય તેલની આયાત કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સિવાય ઈન્ડોનેશિયા દ્વારા નિકાસ પ્રતિબંધોને કારણે આયાત પર અસર પડી છે. જેના કારણે વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જો કે, સરકારે ગયા વર્ષે કિંમતોમાં ઘટાડો કરવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લીધા હતા.
