Bhavnagar News : ગુજરાત રાજ્યમંત્રી તથા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે જિલ્લામાં પડેલા વરસાદની સ્થિતિ અને થયેલ પાક નુકસાન અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વરસાદની અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ પરસોત્તમ સોલંકીએ ભાવનગર જિલ્લામાં પ્રવાસ કરીને પરિસ્થિતિની સ્થળ પર જઈને સમીક્ષા કરશે.કમોસમી વરસાદે ભાવનગર જિલ્લામાં તારાજી સર્જી છે તેને લઇ રાજ્યમંત્રી પરસોતમ સોલંકીએ જણાવ્યું કે, આ અચાનક આવેલી કુદરતી આફત છે.
આ એકાએક આવેલી આફતથી સરકાર ચિંતિત છે. હું ભાવનગર વિસ્તારનો છું અને અહીંયા જે આફત આવી છે તેને હું પણ સમજુ છું. સરકાર તરફથી ખેડૂતો માટે પ્રયત્ન થાય તેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ. ગઈ કેબિનેટ બેઠકમાં હું પોતે પણ હાજર હતો, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી તમામ મંત્રીઓ અને તેમના મત વિસ્તારમાં જવા સૂચના આપી હતી, જેને લઇ આજે હું ભાવનગર જિલ્લાના પ્રવાસે કમોસ માવઠામાં ખેડૂતોને જે નુકસાન થયું છે, તેની સમીક્ષા કરવા આવ્યો છું.
આજે જે કમોસમી માવઠું થયું છે તેમાં હું કઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન છે એ અમે લોકો કરીશું. આ કમોસમી માવઠું થયું છે, તેમાં હું અસરગ્રસ્ત ગામોની મુલાકત લેવાનો છું. આજે મારા ભાવનગર ગ્રામ્ય મતવિસ્તાર તેમજ મહુવા પંથકના અસરગ્રસ્ત ગામની મુલાકાત લઈ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવાનો છું. આવતીકાલે સિહોર તાલુકામાં પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવાનો છું.
વધુમાં જણાવ્યું હતુ કે, ખેડૂતોની સાથે રાજુલા, જાફરાબાદ અને ઉના સહિતના પંથકોમાં માછીમારોને પણ નુકશાન થયું છે. માછીમારો માટે ખાસ રાહત સહાય પેકેજ જાહેર કરવા મેં મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે. સાથે ખેડૂતો દ્વારા મંડળીમાં લીધેલી લોન માફીની માંગણી કરી રહ્યા છે તે અંગે જણાવ્યું કે, હાલ પાક નુક્શાની અંગે સર્વે કામગીરી શરૂ છે. અઠવા઼િયા બાદ આ સર્વે થયા પછી તેમાં જેટલા થાય એટલા અમે પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: અમરેલી જીલ્લામા મોડી રાત્રે વરસાદ , લોકોને બફારામાંથી મળી રાહત
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: તળાજામાં મેઘરાજાનું આગમન, મુન્દ્રા પોર્ટ સંપર્ક વિહોણું બન્યું
