Not Set/ મહાજંગ – 2019 : આણંદ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ગુજરાતમાં સમૃદ્ધ વિસ્તારની છાપ ધરાવતી આણંદ બેઠકનાં સંસદિય ક્ષેત્ર વિસ્તારમાં પાણીની કોઇ સમસ્યા ન હોવાથી પશુ-પાલન અને ખેતી અતિશય સમૃદ્ધ છે. આણંદ જિલ્લામાં પશુ-પાલન અને ખેતીની સમૃદ્ધતાનો ચિતાર ભારતમાં શ્વેત ક્રાંતિની જન્મદાતા એવી અમૂલ ડેરી આપી રહી છે. આણંદ જિલ્લામાં NRI ની સંખ્યા મોટામાં મોટી છે. આણંદ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં ખંભાત, બોરસદ, આંકલાવ, […]

Gujarat

ગુજરાતમાં સમૃદ્ધ વિસ્તારની છાપ ધરાવતી આણંદ બેઠકનાં સંસદિય ક્ષેત્ર વિસ્તારમાં પાણીની કોઇ સમસ્યા ન હોવાથી પશુ-પાલન અને ખેતી અતિશય સમૃદ્ધ છે. આણંદ જિલ્લામાં પશુ-પાલન અને ખેતીની સમૃદ્ધતાનો ચિતાર ભારતમાં શ્વેત ક્રાંતિની જન્મદાતા એવી અમૂલ ડેરી આપી રહી છે. આણંદ જિલ્લામાં NRI ની સંખ્યા મોટામાં મોટી છે. આણંદ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા સીટોનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લાનાં કુલ મતદારોની સંખ્યા 16,52,739 છે જેમા પુરુષ મતદારની સંખ્યા 8,54,025, મહિલા મતદારની સંખ્યા 7,98,592 અને ત્રીજી જાતીનાં મતદારની સંખ્યા 122 છે. આણંદ લોકસભાનું જાતિવાદી ગણીતની વાત કરવામાં આવે તો 35 ટકા  ઓબીસી ( બારૈયા સૌથી વધુ), 25 ટકા  પાટીદારો, 10 ટકા મુસ્લિમ, 8 ટકા દલિત જ્ઞાતિઓનું પ્રભુત્વ છે. જેમા ક્ષત્રિય સમાજનાં 2 લાખ 95 હજાર, ઠાકોર જ્ઞાતિનાં અંદાજીત 4 લાખ 71 હજાર, પટેલ સમાજનાં અંદાજિત 3 લાખ 42 હજાર, મુસ્લિમ સમાજનાં 1 લાખ 72 હજાર, SC સમાજનાં અંદાજિત 1 લાખ 10 હજાર અને અન્ય મતદારો 2 લાખ 8 હજાર મતદારો ધરાવે છે.

આવો છે આણંદ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ 

આણંદ બેઠક પર મુખ્યત્વે ૧૯૫૭ થી ૧૯૮૯ સુધી સતત કોંગ્રેસનું શાસન રહ્યું હતું. જેમાં પીઢ રાજકારણી   અને સ્વાતંત્ર સેનાની ઇશ્વરભાઇ ચાવડા સતત ચૂંટણી જીતતા હતા. પરંતુ ઇશ્વરભાઇ ચાવડાને 1998માં રામ મંદિર મુદ્દે દેશમાં ઉભા થયેલા જુવાળમાં ભાજપનાં નટુભાઇ મણીભાઈ પટેલ સામે અને ૧૯૯૯ દીપક પટેલ  સામે  ફરી એકવાર ચૂંટણીમાં હાર્યા હતા. ત્યાર બાદ 2004 અને 2009માં ભરતસિંહ સોલંકી આ બેઠક પરથી સતત બે ટર્મ જીત્યા બાદ 2014માં મોદી લહેરમાં ભાજપનાં દિલીપ પટેલ સામે હાર્યા. જો કે ત્યાર બાદ યોજાયેલી સ્થાનીક સ્વરાજની ચૂંટણી અને 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જનાધાર મેળવવામાં સફળ રહેતા આ બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠકોમાંથી 6 કબજે કરી હતી.

આણંદ લોકસભા બેઠકનાં આવા છે પડતર પ્રાણ પ્રશ્નો

આણંદની લોકસભા બેઠકમાં પાયાની સુવિધાઓનો અભાવ જણાઇ રહ્યો છે. લોકો સીવીલ હોસ્પિટલ ન હોવાથી ત્રસ્ત છે. તો સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજાનાં મામલે પ્રજાને વર્ષોથી માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યુ છે. 1997 માં ખેડા જિલ્લાથી જુદા પડેલ આણંદ જિલ્લામાં સેન્ટ્રલ જેલ નથી. ગરીબો તેમજ પર્યટકોના રહેવા માટે રેનબસેરાની કોઇ સુવિધા નથી. રોજગારી આપતી આણંદ GIDCની હાલત બિસમાર છે. ખંભાત અને તારાપુર ખાતે મીઠું પીવાનું પાણીનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ છે, અહી ટેન્કરો દ્વારા મીઠું પાણી અપાય છે. તો આ વર્ષે ખરાબ ચોમાસાને પગલે સિંચાયનાં પાણી માટે ખેડૂતો વલખા મારે છે કૂવાનું પાણી મોંઘા ભાવે લઈ ખેતી કરવી પડે છે.

આણંદ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.

BHaratsinh Solanki and Mitesh Patel