Not Set/ બે વર્ષનું બાળક ત્રીજા માળેથી પટકાયું, ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

અરવલ્લી, વિવાદાસ્પદ સ્વાગત રેસિડેન્સી ફ્લેટની ઘટના સામે આવી છે, જ્યાં ત્રીજા માળેથી બાળક નીચે પટકાયું હતું.સદનસીબે બાળકની જાન બચી ગઈ હતી. અરવલ્લીના ધનસુરામાં બે વર્ષનું બાળક ત્રીજા માળેથી સાયકલની સીટ પટકાયું હતું. સાયકલની સીટ પર પડતા બાળકનો થયો આબાદ બચાવ થયો હતો. બુધવારે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ત્રીજા માળેથી એક બાળક ફ્લેટના […]

Top Stories Gujarat Videos

અરવલ્લી,

વિવાદાસ્પદ સ્વાગત રેસિડેન્સી ફ્લેટની ઘટના સામે આવી છે, જ્યાં ત્રીજા માળેથી બાળક નીચે પટકાયું હતું.સદનસીબે બાળકની જાન બચી ગઈ હતી.

અરવલ્લીના ધનસુરામાં બે વર્ષનું બાળક ત્રીજા માળેથી સાયકલની સીટ પટકાયું હતું. સાયકલની સીટ પર પડતા બાળકનો થયો આબાદ બચાવ થયો હતો. બુધવારે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

ત્રીજા માળેથી એક બાળક ફ્લેટના પગથીયા વચ્ચેની જગ્યાએથી નીચે બેઝમેન્ટમાં પટકાયું હતું. જોકે, બાળક નીચે પડેલી એક સાઇકલની સીટ પર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો. બાળક પહેલા સાઇકલની સીટ સાથે અથડાયું હતું બાદમાં નીચે પડ્યું હોવાથી તેનો આબાદ બચાવી થયો છે.

બાળકને નીચે પડતું જોઈને ફ્લેટ નીચે હાજર લોકો દોડી આવ્યા હતા. નીચે પટકાવાના કારણે બાળકને માથા પર ઈજા પહોંચી હતી. બાળકને તત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.