Not Set/ ઇવીએમ પર ઠીકરું ફોડવાની વિપક્ષોએ કરી તૈયારી, ચૂંટણી પંચને કરશે ફરિયાદ

એક્ઝિટ પોલના તારણોમાં ફરી એકવાર મોદી સરકાર બનતી જોઈ હવે વિપક્ષોએ ઇવીએમ પર સવાલો ઊભા કર્યા છે.એક બાજુ જ્યાં એનડીએમાં મીટિંગ્સનો તબક્કો ચાલુ છે, ત્યાં વિપક્ષ ઇવીએમ અને વીવીપીએટી મુદ્દાઓ પર મંગળવારને બેઠક કરવાના છે. એટલું જ નહીં વિપક્ષી દળો સાથે મળીને ચૂંટણી પંચને ઇવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, બપોરે એક વાગ્યે […]

India

એક્ઝિટ પોલના તારણોમાં ફરી એકવાર મોદી સરકાર બનતી જોઈ હવે વિપક્ષોએ ઇવીએમ પર સવાલો ઊભા કર્યા છે.એક બાજુ જ્યાં એનડીએમાં મીટિંગ્સનો તબક્કો ચાલુ છે, ત્યાં વિપક્ષ ઇવીએમ અને વીવીપીએટી મુદ્દાઓ પર મંગળવારને બેઠક કરવાના છે.

એટલું જ નહીં વિપક્ષી દળો સાથે મળીને ચૂંટણી પંચને ઇવીએમની ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, બપોરે એક વાગ્યે દિલ્હીમાં વિરોધી પક્ષોનું ઇવીએમ પર મિટિંગનું આયોજન થશે.આ બધા વચ્ચે સર્વોચ્ચ અદાલતમાં બધા ઇવીએમમાં વીવીપેટ લાગુ કરવાની માગણીની અરજી કરવામાં આવી હતી.

ટેક્નૉક્રૅટ્સના એક જૂથએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને માંગણી હતી કે વેરિફિકેશન માટે બધા જ ઇવીએમમાં વીવીપેટની સુવિધા આપવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને નકારી કાઢીને કહ્યું કે આ મેરિટ મુજબ નથી.

આ દરમિયાન ચૂંટણી પંચે યુપીના 4 જીલ્લોમાં ઇવીએમની સલામતી અંગે વિરોધ પક્ષના સવાલોના જવાબ આપ્યા છે.કમિશને જણાવ્યું હતું કે, તમામ કિસ્સાઓમાં ઇવીએમ અને વીવીપેટને પક્ષના ઉમેદવારોની સામે સારી રીતે સીલ કરવામાં આવી હતી અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. બધા આરોપો આધારભૂત નથી.

વિરોધ પક્ષ તરફથી ગાજીપુર, ચંદૌલી, ડુમિયાગાંજ અને ઝાંસી બેઠકો પર ઇવીએમની સુરક્ષા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે અમે બધા રાજકીય દળોને કહ્યું છે કે તેઓ વિશ્વાસ રાખે કે ઇવીએમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.