Gandhinagar News/ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરાવી ‘રન ફોર યુનિટી’નો કરાવ્યો શુભારંભ…

એકતાની આ દોડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા…

Gujarat Gandhinagar

Gandhinagar News: લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel)ની150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર (Gandhinagar) ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો હતો.

 

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી (Birth Anniversary)નિમિત્તે સ્વર્ણિમ પાર્ક ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ સ્વર્ણિમ પાર્ક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી ફલેગ ઓફ કરાવી ‘રન ફોર યુનિટી’ (Run For Unity)નો શુભારંભ કરાવ્યો હતો.

 

[fvplayer id=”217″]

આ દોડ સ્વર્ણિમ પાર્ક ખાતેથી મહાત્મા મંદિર (Mahatma Mandir), ટાઉનહોલ થઈ ફરી સ્વર્ણિમ પાર્ક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

[fvplayer id=”218″]

આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા.

[fvplayer id=”219″]

એકતાની આ દોડમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મેયર મીરા પટેલ, ક્લેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા, એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી સહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના જવાનો, ડી.એલ.એસ.એસ.ના વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગાંધીનગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

આ પણ વાંચો:મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM મોદીને મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ‘ત્રિવેણી સંગમ’ ગણાવ્યા

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન