અમદાવાદ માં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. નજીવી બાબતે અમદાવાદમાં મારામારી અને જીવલેણ હુમલાના બનાવો બની રહ્યા છે. જેના કારણે અમદાવાદીઓ પોતે અસલામત હોય તેવું અનુભવ કરી રહ્યા છે.
જો વાત કરવામાં આવે તો ગઈ કાલે મોડી સાંજે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાશી બાઈ ની ચાલી પાસે ત્રણ ઈસમોએ બેઝ બોલના દંડા વડે એક વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત પામેલા વેપારીને નારોલ ના જનકલ્યાણ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત બનેલા જમીલ ભાઈ પાસેથી મળેલી માહિતી મુજબ, હુમલાખોરો માંથી એક આરોપી બુટલેગર પણ છે. અને સાથે જ પાસા પણ કાપી ચૂકેલો છે. અને આ હુમલો આરોપીઓએ જૂની કોઈ અદાવતને ધ્યાનમાં રાખીને કર્યો હોવાનું જાણવા મળેલ છે.
જમિલ ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વસીમ અને રીઝવાન કરીને આ બંને શકશો એ તેમને પાછળના ભાગે થી હુમલો કર્યો હતો. જેમાં તેમને હાથમાં અને પગના ભાગે ઈજાઓ પહોચી છે. હાલ આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
રિઝવાન શેખ , મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
