Chhotaudepur/ જિલ્લામાં નાયલોન દોરી ચાઇનીઝ તુકકલ પર પ્રતિબંધ

જિલ્લામાં નાયલોન દોરી ચાઇનીઝ તુકકલ પર પ્રતિબંધ

Gujarat Others

@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર.

છોટાઉદેપુર જિલ્લામાં મકરસંક્રાંતિ તથા અન્ય તહેવાર દરમિયાન લોકો પતંગ ઉડાવવા માટે ચાઇનીઝ તુકકલ (સ્કાય લેન્ટર્ન), કાચ પાયેલી દોરી, નાયલોન દોરી, ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજો મેટલિક થ્રેડ(ધાતુ મિશ્રિત દોરા), સિન્થેટિક માંઝા, સિન્થેટિક પદાર્થથી કોટિંગ કરેલ હોય અને નોન-બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરી તથા ઓડીયો મેગ્નેટિક દોરોનો ઉપયોગ કરતા હોય છે. જે પૈકી નાયલોન દોરી, ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ માંજાના ઉપયોગથી જાહેર જનતા, પશુ પક્ષી, જાહેર ખાનગી માલમિલકતો કે પર્યાવરણને નુકસાન થતું હોય છે. મેટલિક થ્રેડ અને ઓડીયો મેગ્નેટિક ટેપના ઉપયોગથી આગજની કરંટ લાગવો કે તેવી અન્ય દુર્ઘટના બને છે. આથી આવું નુકસાન અટકાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લાના અધિક કલેકટર કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.

MONO KITE FIGHTER IN 500 RS - YouTube

જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિએ ચાઇનીઝ તુકકલ (સ્કાય લેન્ટર્ન), કાચ પાયેલી દોરી, નાયલોન દોરી, ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજો, મેટલિક થ્રેડ, સિન્થેટિક માંજો, સિન્થેટિક પદાર્થથી કોટિંગ કરેલ હોય અને નોન-બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરી તથા ઓડીયો મેગ્નેટિક ટેપ ખરીદવા, આયાત કરવા, વેચાણ કરવા, કબજામાં રાખવા, સંગ્રહ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુર ના તાબા હેઠળના સમગ્ર વિસ્તારને તા. ૦૧/૦૧/૨૦૨૧ થી તા. ૨૮/૦૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે અને તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…