Not Set/ જામનગર બંદર પર ટીમ તૈનાત, લોકોની અવરજવર બંધ, ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા

  રાજ્ય માં હાલ અનેક શહેરોમાં તૌકતે વાવાઝોડુની અસર જોવા મળી રહી છે  ત્યારે સમગ્ર હાલારના દરીયાકાંઠે તૌકતે વાવાઝોડુ તા. 17 અને 18ની વચ્ચે ગમે ત્યારે ત્રાટકે તેવી શકયતા છે, દ્વારકા, બેડી બંદર, ઓખા બંદર સહિતના વિસ્તારોમાં તંત્ર એલર્ટ બની ગયું છે અને તમામ બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, વાવાઝોડા સાથે […]

Gujarat Others

  રાજ્ય માં હાલ અનેક શહેરોમાં તૌકતે વાવાઝોડુની અસર જોવા મળી રહી છે  ત્યારે સમગ્ર હાલારના દરીયાકાંઠે તૌકતે વાવાઝોડુ તા. 17 અને 18ની વચ્ચે ગમે ત્યારે ત્રાટકે તેવી શકયતા છે, દ્વારકા, બેડી બંદર, ઓખા બંદર સહિતના વિસ્તારોમાં તંત્ર એલર્ટ બની ગયું છે અને તમામ બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, વાવાઝોડા સાથે હાલ તો ભારેથી અતીભારે વરસાદ પડવાની શકયતા છે, ખલાસીઓને દરીયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે, ગઇકાલ રાત સુધીમાં 107 બોડ દરીયામાં હતી તેમાથી 14 બોટ દરીયા કિનારે પાછી આવી છે અને હજુ 93 બોટ સમુદ્રની મઘ્યમાં છે, વાવાઝોડાની ગંભીરતાને લઇને સરકારે જામનગરને બે એનડીઆરફએફની ટીમ ફાળવી દીધી છે, 61 ગામોને આશ્રયસ્થાનો ગણવામાં આવ્યા છે તમામ તાલુકામાં લાઇઝન ઓફીસરની નિમણુંક કરવામાં આવી છે, તરવૈયાઓ, બોટ પણ તૈયાર કરી દેવામાં આવી છે. કોઇપણ પરિસ્થીતીને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે, મહાપાલીકાનો ક્ધટ્રોલ મ 24 કલાક શ કરી દેવામાં આવી રહયો છે, દ્વારકાના દરીયા કાંઠે મોજા ઉછળવાની શકયતા હોય તંત્ર દ્વારા પારોટના પગલા ભરવામાં આવ્યા છે.

 

તૌકતે વાવાઝોડુ તા. 16ના રોજ ગુજરાતમાં પ્રવેશશે અને ભારે વરસાદ પણ લાવશે ત્યારે તમામ માર્કેટીંગ યાર્ડને સુચના આપવામાં આવી છે કે ખુલ્લામાં પડેલી તમામ જણસ તાત્કાલીક અસરથી સલામત સ્થળે ખસેડી લેવી, કાચા પતરાના મકાન ધારકોને પણ સાવચેત રહેવા સુચના આપી દેવામાં આવી છે. આ વાવાઝોડુ પોરબંદર, દ્વારકા અને જામનગરના દરીયાકાંઠે આવશે, આ ડીપ્રેશન કેરળથી 310 કીમી અને વેરાવળથી લગભગ 1000 કીમી દુર છે, તા. 17ના રોજ દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

 

હજુ ગઇકાલે જ જીલ્લા કલેકટર રવિશંકર અને મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલે વાવાઝોડા અંગે સબંધીત ચેતવણી આપી દીધી છે, બેડી બંદર બંદર ઉપર બે અને ઓાખા બંદર પર 1 નંબરનું સિગન્લ લગાવી દેવામાં આવ્યું છે, આ વાવાઝોડુ અત્યારે જામનગરમાં ત્રાટકીને કચ્છ તરફ ફંટાવાની શકયતા છે, 61 જેટલા ગામોને આશ્રય સ્થાનો નકકી કરી દેવામાં આવ્યા છે અને તમામ તાલુકા મથકોએ લાયઝન ઓફીસરોની નિમણુંક કરી દેવામાં આવી છે, કોવિડ હોસ્પીટલો અને ખાનગી હોસ્પીટલમાં વિજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટરની વ્યવસ્થા કરવાની કડક સુચના આપી દેવામાં આવી છે, જીલ્લા અને તાલુકા કક્ષાએ તેમજ જામનગર મહાપાલીકામાં 24 કલાક ક્ધટ્રોલમ ખોલી દેવામાં આવ્યો છે.