Kutch News: રાજ્યમાં વાહનચાલકોની ગંભીર બેદરકારીના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. જેના કારણે કેટલીક ઘટનાઓમાં અન્ય વાહનચાલકો ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે. ત્યારે કચ્છમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. આ અકસ્માત કચ્છના ગોરેવાલી ગામ પાસે થયો હતો.
આ બનાવમાં ધોરડો સફેદ રણથી પરત ફરી રહેલી કારને અકસ્માત નડ્યો હતો. જેમાં બેકાબૂ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર હવામાં ઉડીને ક્રેશ થઈ ગઈ હતી.
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. આ દરમિયાન કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કારના ચાલકે આગળ જતા ચાલકને ટક્કર મારી હતી. જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.
આ પહેલા અગાઉ કચ્છના રાપર વિસ્તારમાં ત્રણ બાઇક અથડાતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે પાંચને ઇજા થઈ હતી. પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આમ રાગડ વિસ્તારમાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાયો છે. આ માર્ગ અકસ્માતમાં કંકોત્રી વહેંચવા નીકળેલા વરરાજાનું મોત થયું હતું. સોમાણી વાંઢના વતની રાજુભાઈ બચુભાઈ સોમાણી નામના યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેના પાંચ દિવસ બાદ જ લગ્ન થવાના હતા.
આ ઘટનાની વિગતો મુજબ સોમવારે સવારે દસથી 11 વાગ્યાની વચ્ચે રાપર તાલુકાના વલ્લભાપર ગામથી અડધો કિલોમીટર દૂર બે બાઇકો અથડાયા હતા. તે જ સમયે ત્રીજી બાઇક પણ અથડાઈ હતી. આ બાઇક અકસ્માતના પગલે અવાજ પીડિતોની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષના બાળક સહિત પાંચને ઇજા થઈ છે.
રાપરનો 19 વર્ષનો રાજુ સોમાણી પિતરાઈ ભાઈને લગ્નનું પ્રમાણપત્ર આપવા જઈ રહ્યો હતો ત્યારે ગંભીર ઇજાઓના લીધે તેનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું. જ્યારે 32 વર્ષીય પિતરાઈ ભાઈ રામજી બાબુ સોમાણીને માથામાં ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે પાટણ લઈ જવાયા છે. મૃતક રાજુભાઈ સોમાણીના 28મીએ લગ્ન હતા.
આ પણ વાંચો: કચ્છના અંજારમાં સ્કૂલ બસને ટ્રેઈલરની ટક્કર વાગતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી, બાળકો સારવાર હેઠળ
આ પણ વાંચો: કચ્છમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત,એક જ પરિવારના 4 લોકોના મોત
આ પણ વાંચો: કચ્છમાં જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણના મોત
