અકસ્માત/ કચ્છમાં જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણના મોત

કચ્છના નખત્રાણાના અંગિયા ફાટક પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

Top Stories Gujarat Others
જીપ અને ટ્રક

ગુજરાતમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એક પછી એક સામે આવી રહેલ અકસ્માતની ઘટનામાં ઘણા નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કચ્છના નખત્રાણાના અંગિયા ફાટક પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત

આ અંગે મળતી માહિતી અનુસાર, કચ્છના નખત્રાણાના નાના આંગિયા ગામના ફાટક પાસે ગુરુવારે મોડી રાત્રે ભુજથી આઈનોક્સ કંપનીની બોલેરો જીપ આવી રહી હતી. તે સમયે એક ટ્રક મીઠુ ભરીને જઈ રહ્યુ હતું. બંને ગાડીઓ વચ્ચે એવી ટક્કર થઈ હતી કે, ટ્રકની ટક્કરથી જીપનો ખુડદો બોલાઈ ગયો હતો. જીપ પડીકુ વળી ગઈ હતી. જીપમાં આઈનોક્સ કંપનીના પાંચ કર્મચારીઓ સવાર હતા, જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં 60 વર્ષીય ભચેસિંહ ભોમસિંહ સોઢા અને દિનેશ જેઠારામ ગોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અન્ય કર્માચરી વિવેકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અન્ય કર્મચારીઓ પિયુષ હિંમતભાઇ ગજેરા અને અનિલભાઇ તાપશીભાઇ સીજુ હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમા સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :કેવડિયા માટે સી પ્લેન સેવાઓ એપ્રિલ 2021થી સ્થગિત : ગુજરાત સરકાર

આ પણ વાંચો :ચૂંટણીલક્ષી ઉડાન, સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનની સર્વિસ ફરી શરૂ

આ પણ વાંચો :અડાજણમાંથી મળ્યો નશાકારક દવાઓનો જથ્થો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો :ધો. 10ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં આવીને કર્યો આપઘાતનો પ્રયાસ, ગટગટાવ્યું એસિડ