Surendranagar/ નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા ભારે રોષ

સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા આજથી કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવવામાં આવી અને વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું….

Gujarat Others
Untitled 28 નર્સિંગ સ્ટાફની પડતર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા ભારે રોષ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા આજથી કાળી પટ્ટી ધારણ કરી અને પોતાની ફરજ બજાવવામાં આવી અને વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લામાં સી.યુ.શાહ મેડિકલ કોલેજ આવેલી છે ત્યાં હાલમાં કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લામાં કોરોનાનાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જો કોઈ જિલ્લામાં વ્યક્તિને પોઝિટિવ કોરોના આવે તો તેને સારવાર માટે મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે તો તે સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ છે. ત્યારે હાલમાં કોરોનાનાં દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ પણ મેડિકલ કોલેજ એટલે કે સી યુ શાહ મેડિકલ હોસ્પિટલ છે. ત્યારે આ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન મેડિકલ કોલેજ સમક્ષ નોંધાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે કોરોનાનાં દર્દીઓને covid-19 માં ફરજ બજાવી અને કોરોનાની દર્દીઓની સારવાર કરનાર નર્સિંગ સ્ટાફનાં પડતર પ્રશ્નોની માંગણી સી.યુ.શાહ મેડિકલ કોલેજનાં ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવતા હાલમાં મેડિકલ સ્ટાફમાં અને નર્સિંગ સ્ટાફમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

ત્યારે છેલ્લા 20 વર્ષથી મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે પોતાની ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને પડતર પ્રશ્નોનો સ્વીકાર મેડિકલ કોલેજના ટ્રસ્ટ દ્વારા ન કરવામાં આવતા હાલમાં નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે અગાઉ અનેક વખત નર્સિંગ સ્ટાફ દ્વારા આ બાબતે મેડીકલ કોલેજના ટ્રસ્ટી અને રજૂઆત કરવા છતાં પણ પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ માં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે આ બાબતે તારીખ 5 જાન્યુઆરી ના રોજ પડતર પ્રશ્નો નહિ સ્વીકારવામાં આવે તો મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ ફરજ નર્સિંગ તરીકે મેડિકલ કોલેજમાં બનાવવામાં આવશે તેવી ચીમકી નર્સિંગ સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી તે છતાં પણ મેડિકલ કોલેજના સત્તાધીશો દ્વારા પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવતા આજથી 21 જાન્યુઆરીનાં રોજ વહેલી સવારથી જ મેડિકલ કોલેજમાં નર્સિંગ તરીકે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને ત્યારબાદ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

ત્યારે પડતર માંગણીઓ માં નર્સિંગ સ્ટાફ દ્વારા મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કાયમી કરવા પગાર વધારો કરવો મોંઘવારી આપવી સહિતના અનેક પ્રશ્નો નું નિરાકરણ ન આવતા આજે વહેલી સવારથી શિવશાહ મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ત્યારબાદ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઈલાજ કરવામાં આવ્યો હતો. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ covid-19 નર્સિંગ તરીકે ફરજ બજાવનાર નર્સિંગ સ્ટાફ ની પડતર માગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો દ્વારા પણ મેડિકલ કોલેજના સત્તાધીશો સમક્ષ કરવામાં આવી છે ત્યારે જ્યાં સુધી માગણીઓ નહીં સ્વીકારવાના માં આવે ત્યાં સુધી નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને દર્દીઓ નો ઈલાજ કરવામાં આવશે તેવું પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો