ભાવનગર/ વંદન કોર્પોરેશનમાં GST ચેકિંગ, 3 લોકોની કરવામાં આવી અટકાયત

વંદન કોર્પોરેશનમાં GST ચેકિંગ, 3 લોકોની કરવામાં આવી અટકાયત

Top Stories Gujarat Others
corona 3 વંદન કોર્પોરેશનમાં GST ચેકિંગ, 3 લોકોની કરવામાં આવી અટકાયત
  • વેરા શાખ કેસમાં 3 લોકોની કરવામાં આવી અટકાયત
  • કેટલાક દિવસોથી GST વિભાગ દ્વારા હાથ ધરાયું ચેકિંગ
  • કોર્પોરેશનના વ્યવહારની ચકાસણીમાં 80 કરચોરી ઝડપાઈ
  • ત્રણેયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ભાવનગરના વંદન કોર્પોરેશનમાં GST વિભાગ દ્વારા કેટલાક દિવસોથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક કોમ્પ્યુટરમાં ચકાસણી બાદ ખોટા વેરા શાખ અને બોગસ બિલિંગ જેવી વિગતો સામે આવી હતી. આ કેસમાં વેરા શાખ  કેસમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયણે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી અપાયા છે.

Image result for gst

ઉલ્લેખનીય છે કે, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, અમદાવાદ, મોરબી, ઇન્દોર જેવા જુદા જુદા શહેરોમાં પેઢીઓના રજીસ્ટ્રેશન કરાવી અને અંદર-અંદર જ ખરીદ-વેચાણ કરી ખોટી રીતે વેરા શાખ મેળવવામાં આવી રહી હતી. વડોદરા સીજીએસટી કમિશ્નોરેટ દ્વારા ડેટા એનાલીસીસ વડે સમગ્ર ગેરરીતિ પકડી પાડવામાં આવી હતી.

Image result for gst

વંદન કોર્પોરેશનમાં 12 પેઢીઓમાંથી 80 કરોડની કરચોરી કરાઇ હોવાનું દરોડા દરમિયાન જાણવામાં મળ્યું છે. આ કેસમાં તારક પટેલ, કરણ પટેલ અને જયન અજમેરાની ધરપકડ કરવામાં આવી છે.

Controversy / કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું, ધાર્મિક માલવિયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેચી શકે છે…!!

fire / દિલ્હીના ઓખલા વિસ્તારની ફેકટરીમાં આગ, ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…