Morbi/ હળવદના ઈંગોરાળા પ્રાથમિક શાળાના શિક્ષકોનું અનોખુ કામ, જે બાળકો માટે બન્યું પ્રેરણાદાયી

હળવદના ઈંગોરાળા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા દિવાળી વેકેશનનો સદ ઉપયોગ કરી 5 દિવસો સુધી 5 જેટલાં શિક્ષકોએ 35 હજારનો ખર્ચ કરી શાળાની દિવાલોમાં બાળકોને હરતા ફરતાં શિક્ષણ મળી રહે તે માટે દિવાલોમાં ભીત ચિત્રો

Gujarat Others
a 287 હળવદના ઈંગોરાળા પ્રાથમિક શાળાના શિક્ષકોનું અનોખુ કામ, જે બાળકો માટે બન્યું પ્રેરણાદાયી

@બળદેવભાઇ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી

હળવદના ઈંગોરાળા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા દિવાળી વેકેશનનો સદ ઉપયોગ કરી 5 દિવસો સુધી 5 જેટલાં શિક્ષકોએ 35 હજારનો ખર્ચ કરી શાળાની દિવાલોમાં બાળકોને હરતા ફરતાં શિક્ષણ મળી રહે તે માટે દિવાલોમાં ભીત ચિત્રો, સુવાક્યો,યોગાસનો,રાજ્યો વિશે જાણકારી,મહા પુરુષોના ચિત્રો તેમજ ખાનગી શાળાને સરમાવે તેવી સંપૂર્ણ સ્વચ્છ શૌચાલય અને ઓનલાઈન હાજરી તેમજ શિક્ષણ સહિત અનેક પ્રકારની કામગીરી હાથ ધરી છે.

a 288 હળવદના ઈંગોરાળા પ્રાથમિક શાળાના શિક્ષકોનું અનોખુ કામ, જે બાળકો માટે બન્યું પ્રેરણાદાયી

ઈંગોરાળા પ્રાથમિક શાળામાં 104 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો શાળાએ બબ્બે વખત સ્વચ્છતાનો જિલ્લા કક્ષાનો એવોર્ડ પણ મેળવ્યો છે ત્યારે જ કહેવાય છે કે “શિક્ષક કભી સાધારણ નહી હોતા “હાલમા બાળકો ચિત્રો જોઈ શિક્ષણ સાથે શાળાઓ મહામારી બાદ જ્યારે ફરીવાર ખુલશે ત્યારે નવરાશની પળોમાં યોગાસન જોઈ બાળકો શિખે અને બીજી શાળાઓ માટે ઈંગોરાળા પ્રાથમિક શાળા પ્રેરણા પૂરી પાડે શકે તેમ છે.

a 289 હળવદના ઈંગોરાળા પ્રાથમિક શાળાના શિક્ષકોનું અનોખુ કામ, જે બાળકો માટે બન્યું પ્રેરણાદાયી

સરકારી શાળા અને તે પણ ખાનગી શાળાને શરમાવે તેવી અને તે પણ રણકાઠાના ગામ ઈંગોરાળા પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષક દ્વારા મહુવાના શિક્ષક સાથે 5 દિવસો સુધી દિવાળી વેકેશનનો સદ ઉપયોગ કરી 35 હજારનો ખર્ચ કરી શાળા ચિત્રમયી બનાવી દીધી છે જેમાં બાળકોને હરતા ફરતાં જ્ઞાન પ્રાપ્ત થાય અને યોગાસનો કરી શકે તે માટે જુદા જુદા આસનો,મહા પુરુષોના ચિત્રો, સુવાક્યો, જનરલ નોલેજના પ્રશ્નો સહિત કામગીરી કરવામાં આવી છે જ્યારે શાળા મહામારી બાદ ખુલે ત્યારે બાળકો શાળા પ્રત્યે આકર્ષણ પામે અને અનિયમિતતા પર અંકુશ મેળવી શકાય તેવાં શુભ આશયથી શાળાના શિક્ષકો દ્વારા સમયનો સદ ઉપયોગ કરી શાળા રંગીન બનાવી દીધી છે.

a 290 હળવદના ઈંગોરાળા પ્રાથમિક શાળાના શિક્ષકોનું અનોખુ કામ, જે બાળકો માટે બન્યું પ્રેરણાદાયી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…