Dahod/ દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

મહિલાને બે વર્ષ પહેલા પેટમાં દુખાવાની તકલીફ હતી. દવાઓ લીધા બાત પણ તેને સારુ થતું ન હતું. ત્યાર બાદ ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું જણાવી ઓપરેશન…

Gujarat Others
ગાંઠ

દાહોદની ખાનગી હોસ્પીટલમાં 35 વર્ષીય મહિલાના પેટ માંથી 13 કિલોની ગાંઠ કાઢવામાં આવી છે. મહિલાને બે વર્ષ પહેલા પેટમાં દુખાવાની તકલીફ હતી. દવાઓ લીધા બાત પણ તેને સારુ થતું ન હતું. ત્યાર બાદ ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું જણાવી ઓપરેશન ની સલાહ આપી હતી પરંતુ ઓપરેશન માટે પૈસા ની સગવડ ન થતાં માત્ર દવા ઉપર નિર્ધાર રહ્યા હતા.

a 2 1 દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

આ પણ વાંચો :ભાટીયા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું પરાક્રમ, આચર્યું કરોડો રૂપિયાનું કૌભાંડ

છેવટે પાંચ દિવસ પહેલા દાહોદ ની ઇરા મલ્ટી સ્પેશયાલિટી હોસ્પિટલ ના સર્જન ડો.વિશાલ નો સંપર્ક કરતાં જરૂરી તપાસ બાદ બે ગાઠ માલૂમ પડી હતી. ડો.વિશાલ અને તેમની ટીમે સફળ ઓપરેશન કરી 13 કિલો વજન ની બે ગાંઠ બહાર કાઢી હતી.

a 2 દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં આવેલા ગરબાડા તાલુકાના શ્રમિક મુકેશ પલાસની પત્ની બેબીબેનને આશરે દોઢ વર્ષ પહેલા પેટમાં દુખાવાની તકલીફ થતાં દુઃખાવા માટેની દવા લીધી હતી. પરંતુ રાહત ન જણાતા સર્જનનો સંપર્ક કરતાં ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું જણાવી ઓપરેશનની સલાહ આપી હતી.

a 3 દાહોદમાં બે વર્ષથી પીડાય રહેલ 35 વર્ષીય મહિલાના પેટમાંથી કાઢી 13 કિલોની ગાંઠ

આ પણ વાંચો :  કુવાડવા રોડ પર નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, કારણ જાણી આવશે ગુસ્સો

ગત રોજ  ડો.વિશાલ અને તેમની ટીમે સફળ ઓપરેશન કરી 13 કિલો વજન ની બે ગાંઠ બહાર કાઢી હતી ડોક્ટર નું કહેવું છે મોટી ગાંઠ અંડશયની છે જ્યારે નાની ગાંઠ કેન્સર ની હોઈ શકે છે જે તેના પરીક્ષણ બાદ નક્કી થઈ શકે ઓપરેશન પછી બેબીબેન સહિત પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :ધોરાજીમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત, લોકો માટે માર્ગ પરથી પસાર થવું બન્યું મુશ્કેલ

આ પણ વાંચો :સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા