નિવેદન/ રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
નરેશ પટેલનું
  • પાટીદાર અગ્રણી નરેશ પટેલનું મોટું નિવેદન
  • રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આપ્યું નિવેદન
  • 20થી 30 માર્ચ સુધીમાં કરીશ જાહેરાત: નરેશ પટેલ
  • માર્ચના અંતમાં રાજકીય ભાવિનો કરશે ફેસલો
  • નરેશ પટેલને તમામ પક્ષ આપી ચુક્યા છે આમંત્રણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલને કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે નરેશ પટેલનું મોટું નિવેદન સામે છે કે મે હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. હું સમાજને પુછીને નિર્ણય લઈશ. તેમણે ઉમેર્યું છે કે ભાજપના લોકો આવશે તો જોઈશું.

મહત્વપૂર્ણ છે કે નરેશ પટેલે તાજેતરમાં દિલ્હીની ઉડતી મુલાકાતે ગયા હોવાનું સૂત્રોનું કહેવું છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના ઘણાં નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યુ  છે કે નરેશ પટેલની કોંગ્રેમસાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, જેથી હોળી પછી કંઈક નવાજૂની થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. તેની વચ્ચે આજે નરેશ પટેલે જણાવ્યું કે, ભાજપના લોકો આવશે તેવું જોઈશું તેમ જણાવતાં ગુજરાતનું રાજકારણમાં પુનઃ ગરમાવો આવી ગયો છે.

નરેશ પટેલે કહ્યુ છે કે તેમના રાજકારણમાં પ્રવેશ સંદર્ભે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના આમંત્રણ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે દિલ્હીમાં પહેલા તેમની બી ટીમ જવાની હતી. પરંતુ તેમનો પ્રવાસ છેલ્લી ઘડીએ નિર્ધારીત થયો હતો. દિલ્હીમાં તેમની કોઈ રાજકીય બેઠક નહીં થઈ હોવાનું પણ નરેશ પટેલે જણાવ્યું છે.

માર્ચના અંત સુધીમાં પોતે રાજકારણમાં જવું કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરશે તેવું કહેતા નરેશ પટેલે કહ્યું હતું કે દરેક સમાજનું કલ્યાણ થાય અને પોતાનો ક્યાંક ઉપયોગ થાય તો પોતાને ચોક્કસ રાજકારણમાં જવું જોઈએ. રાજકારણમાં જવું કે નહીં તે અંગે હાલ વિચાર ચાલી રહ્યો છે, અને સમાજે સ્પષ્ટ પણે આ અંગે કોઈ વાત નથી કરી. જો સમાજના લોકો એમ કહે કે રાજકારણમાં જવાની જરુર નથી તો પોતે અટકી જશે તેમ પણ તેમણે કહ્યું હતું. નરેશ પટેલે એમ પણ કહ્યું હતું કે, પોતે રાજકારણમાં જઈ મંત્રી બનવા નથી માગતા, પરંતુ લોકોના કામ થાય તે તેમના માટે મહત્વનું રહેશે.

આ પણ વાંચો :સાબરકાંઠામાં ગળેફાંસો ખાઈ મહિલાએ ટૂંકાવ્યું જીવન, પોલીસે હાથ ધરી તપાસ

આ પણ વાંચો :વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદીને લઈ મચ્યો હોબાળો, આંતરિક વિખવાદને કારણે ખેડૂતો હેરાન

આ પણ વાંચો :  વિધાનસભા ગૃહમાં ઉછળ્યો સિંહના મોતનો મુદ્દો, છેલ્લા 2 વર્ષમાં થયા આટલા મોત

આ પણ વાંચો :PGVCL સામે ખેડૂતોનો વિરોધ, વીજળીની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર