Not Set/ ઇન્જેક્શન અને ઓક્સીજનને લઈ દર્દીના સગાઓનો રઝળપાટ

બનાસકાંઠાના ડીસામાં કોરોના પીડિત દર્દીઓને ઇન્જેક્શન માટે તેના સગાઓ ને ડીસા થી અમદાવાદ અને પાટણ સુધી રઝળપાટ કરવા છતાં ઇન્જેક્શન ના મળતા દર્દીઓની હાલત ગંભીર જોવા મળી રહી છે સાથે સરકાર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે.

Gujarat Others Trending
corona 1 15 ઇન્જેક્શન અને ઓક્સીજનને લઈ દર્દીના સગાઓનો રઝળપાટ

ડીસામાં કોરોના દર્દીઓની હાલત ગંભીર

બનાસકાંઠામાં ક્યાંક ઇન્જેનશન નથી અને કાળા બજારનો ભાવ રૂપિયા બે લાખ..

બનાસકાંઠાના ડીસામાં કોરોના પીડિત દર્દીઓને ઇન્જેક્શન માટે તેના સગાઓ ને ડીસા થી અમદાવાદ અને પાટણ સુધી રઝળપાટ કરવા છતાં ઇન્જેક્શન ના મળતા દર્દીઓની હાલત ગંભીર જોવા મળી રહી છે સાથે સરકાર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે.

બનાસકાંઠામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે.  ત્યારે ડીસા માં આવેલા તમામ આઈસીયુમાં જગ્યા નથી. કોરોના પીડિત દર્દીઓને દાખલ કરવા માટે તબીબો આગળ આજીજી કરવી પડે છે. જોકે ના આઇસીયુંના અભાવ ના કારણે અનેક દર્દીઓને આમ તેમ રઝળવું પડે છે.  સાથે રેમડીસીવર ઇન્જેક્શન જે કોરોના પીડિત દર્દીઓને જરૂર છે તેમને બનાસકાંઠા જિલ્લામાં ક્યાંય ન મળતા દર્દીના સગાઓ અમદાવાદ સુધી રઝળપાટ કરવા છતાં ઇન્જેક્શન ના મળતા રોષ જોવા મળી રહ્યો છે.

તંત્રના દાવા હતા તે તમામ પોકળ સાબિત થયા છે. ડીસામાં હાલ અનેક દર્દીઓને રેમડીસીવર ઇન્જેક્શન ની જરૂર હોવા છતાં ન મળવાના કારણે દર્દીઓ રઝળી રહ્યા છે. ત્યારે તંત્ર કહે છે જિલ્લામાં ઇન્જેક્શનો સ્ટોક આવ્યો જ નથી. જોકે તંત્રની એક તરફ સુવિધાના દાવાઓ છે અને બીજી તરફ બેવડી નીતિ થી સમગ્ર જિલ્લામાં રોષ ફાટી નીકળ્યો છે.

કોરોના પીડિત દર્દીના સગા ભારત ગેહલોતે જણાવ્યું હતું કે ઇન્જેક્શન માટે હું અમદાવાદ સુધી રઝળપાટ કરી આવ્યો છતાં ઇન્જેક્શન મળ્યા નથી.  ડીસામાં મારા પરિવારના પીડિત દર્દીનાં ઇન્જેનશન ની જરૂર ઊભી થઈ છે. ત્યારે પીએમ સુધી ઇમેઇલ કરીને પણ જાણ કરી છતાં હજુ સુધી મને ઇન્જેક્શન મળ્યા નથી.  મારા પરિવારનો દર્દી હાલ પણ કણસણી રહ્યો છે. સરકારને વિનંતી કે ઇન્જેક્શન પુરા પાડે અને જરૂરિયાત મંદ તમામને ઇન્જેક્શન પુરા પાડે એવી મારી વિનંતી છે. જોકે બનાસકાંઠા માં ચાલતા ઇન્જેનશન ના કાળા બજાર માં હું લેવા માંગતો નથી.

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરીયાણી ને પૂછતાં તેમણે જણાવેલ કે બનાસકાંઠામાં જે સ્ટોક આવવાનો હતો તે આવેલ નથી જેના કારણે ઇન્જેનશન ની અછત ઊભી થઈ છે.  જોકે અનેક દર્દીના સગાઓ ના ફોન આવે છે પરંતુ ઇન્જેક્શન આવ્યા જ નથી તો ક્યાંથી આપવા ? જોકે આરોગ્ય વિભાગ ખુદ ઇન્જેક્શન ન હોવાનું કબુલાત કરી રહ્યું છે.

એક તરફ બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર દાવા કરી રહ્યું છે કે ઓક્સિજન, ઇન્જેક્શન સહિતની તમામ સુવિધાઓ બનાસકાંઠામાં પૂરતા પ્રમાણમાં છે ત્યારે હાલ ઇન્જેક્શન કે ઓક્સિજન ન હોવાના કારણે બનાસકાંઠામાં કોરોના પીડિત દર્દીઓ રઝળી રહ્યા છે ક્યારે તંત્રના દાવા પોકળ સાબિત થયા છે..